રાજકોટ સિવિલમાં સેવાની સરવાણી વહાવતી અનેક સામાજીક સંસ્થાઓ

રાજકોટ સિવિલમાં સેવાની સરવાણી
રાજકોટ સિવિલમાં સેવાની સરવાણી

ઠંડા પાણી, ભોજન, ફળ-ફળાદીની અવિરત સેવાના કાર્ય શરૂ

દરરોજ 100 થી 150 જેટલા દર્દીઓના સગા આ સેવાનો લાભ મેળવી રહ્યા છે

કોરોના મહામારી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ‘સેવા પરમો ધર્મ’ ઉક્તિને સાર્થક કરતી સામાજિક સંસ્થાઓ જોવા મળી રહી છે. ઉનાળામાં હિટવેવ વચ્ચે દર્દીઓ પરેશાન ન થાય તે માટે અને રાત્રી કરફ્યુમાં દર્દીના પરિવારજનોને ભોજન મળી રહી તે હેસ્તુસર જુદી જુદી આઠેક જેટલી સંસ્થાઓ મારફતે લિબુ શરબત, ઠડું પાણી, છાશ, ભોજન આપવામાં આવે છે. જેમાં રજપૂત પરામાં આવેલ જય શ્રી શિવ શક્તિ એન.જી.ઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી નિ:શુલ્ક જમવાનું, ઠડું પાણીની બોટલો, ઉકાળેલું પાણી આપવામાં આવે છે. દરરોજ 100 થી 150 જેટલા દર્દીઓના સગા આ સેવાના લાભ મેળવી રહ્યા છે.આ સંસ્થામાં ટ્ર:ટી મયુરિકાબેન રાજગોર, યુગ રાજગોર, મેનેજિંગ ટ્રસ્ટી સંજય ગિરી ગોસાઈ સેવા આપી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

જ્યારે સંત કબીર રોડ પર ઓફીસ ધરાવતા યુ.કે ગ્રૂપના સંચાલક જીતેન્દ્ર ત્રિવેદી સહિત ત્રણ સભ્યો દ્વારા ઠડું પાણીની બોટલો આપવામાં આવે છે. એક ખાનગી વાહનમાં બોટલો રાખી સવાર થી સાંજ સુધીમાં 700 થી 1000 લોકોને આપવામાં આવે છે.

Read About Weather here

આ ઉપરાંત ઢેબર રોડ પર આવેલા શ્રી સ્વામી નારાયણ ગુરુકુલ દ્વારા ટોકન સિસ્ટમ મુજબ સવાર અને સાંજે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. દર્દીઓના પરિવારજનો માટે દાળ ભાત, શાક રોટલી છાશ, મિષ્ઠાન આપવામાં આવે છે. આ સાથે જ જય સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટના ઉમંગ ગજ્જર, જય જોશી, જીતુભાઇ ગ્લોતર, સલીમ મુલતાની દ્વારા છાશ, પાણી, નાસ્તો આપવામાં આવે છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકાં લોકડાઉન લાદો, યા કડક નિયમ બનાવો : ગુજરાત હાઇકોર્ટ
Next articleરાજકોટમાં ટ્રેનના ઉતારૂઓનું ચેકિંગ કરવાની જવાબદારીની ફેંકાફેંકી શરૂ