રાજકોટની સિવીલ અનેક વાર ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે તાજેતરમાં એક બનાવ બનતા ફરી ચર્ચાના ચકડોળે ચળી છે. બનાવની વિગત જોઇએ શાપર વેરાવળ ખાતે રહેતા મનસુખભાઇ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમની દીકરીને પેટનો દુખાવો ઉપડતા ત્યા સારવાર કરી હતી. પરંતુ સારૂ ન થતા રાજકોટ સિવીલ ખાતે 108 મારફત લઇ લાવવમાં આવી હતી પરંતુ અહીં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરતા અનેક ભુલો કાઢીને તેને દાખલ કરવામાં ન આવી અને ફાઇલ જુની છે બીજા વોર્ડમાં જવાનું છે. આ વોર્ડ માં સારવાર નહી ં થઇ શકે પહેલા વોર્ડમાં જામ તેમ વોર્ડ ફેરવ ફેરવ કરતા બહાર જ દાખલ થયા પહેલા જ મનસુખભાઇની 17 વર્ષની દીકરી આશા દુદકીયાનું મૃત્યૃ થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ ઘટના હજુ ગઇકાલે જ બનેલી છે. યોગ્ય સારવાર ન મળતા યુવતીનું મોત થતા સગીરાનો પરીવાર ભાંગી પડ્યો હતો અને સીવીલ તંત્ર પર રોષે ભરાયો હતો. પણ કંઇ કરી શકે નહી એમ વિચારીને સગીરાનો મૃતદેહ લઇને ધરે ચાલ્યા ગયા હતા. મનસુખભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આ જ સિવીલી તંત્રની બેદરકારીએ મારી બીજી દીકરીનો ભોગ લીધો છે. આજથી 6 મહિના પહેલા પણ મારી જ દિકરીને ડાયાબીટીસ સહિતની બીમારી હતી અને તેને સારવાર માટે પણ અહીં સિવીલ ખાતે જ લઇ આવેલ હતા પરંતુ તેને પણ યોગ્ય સારવાર ન મળી હતી અને તેનુ પણ મૃત્યુ થયું હતું તો આ નિર્ભર સિવિલ તંત્રની આવી કામગીરીથી મારી બે દિકરીને મે ગુમાવી છે.
છેલ્લા 6થી 7 મહિનામાં મે મારી બે દિકરીઓ તંત્રના પાપે ગુમાવી છે તો તેનો જવાબદાર કોને ગણવો તેવો પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. આ અંગે સિવીલ તંત્ર પાસેથી માહિતી મેળવતા તેને જણાવ્યું હતું કે તેવુ બને નહીં સારવાર તો મળતી જ હોય છે.
Read About Weather here
રાજકોટ સિવીલનું સત્ય શું એ તો સૌ કોઇ જાણે જ છે. અને આગામી દિવસોમાં આવી ઘટનાઓ ફરી ન બને તેમાટે સિવીલ તંત્રએ તકેદારી રાખવી પણ જરૂરી હોય છે. તેવુ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here