રાજકોટ સિવિલમાં રૂ. 9 હજારમાં દર્દીને બેડ અપાવતા બે શખ્સ જામનગરથી ઝડપાયા

રાજકોટ સિવિલ
રાજકોટ સિવિલ

દલાલી કરતા હોવાનો વિડીયો વાયરલ થતા કલેકટર ક્રાઈમ બ્રાંચને તપાસના આદેશો આપ્યા’તા

બંને વચેટીયાનો મુખ્ય વહીવટદાર કોણ? અગાઉ પણ ભાજપના આગેવાન સહિત બંનેની સંડોવણી ખુલ્લી’તી


નીચેથી ઉપર સુધીનો વહીવટ સંભાળનાર કોણ?

એક બાજુ દર્દીઓ લાંબી કતારમાં ઉભા રહી બેડ માટે વલખા મારી રહ્યા છે. ત્યારે નીચેથી ઉપર સુધી પૈસાનો વહીવટ કરાવી બેડ અપાવનાર બન્ને શખ્સોનો મુખ્ય વહીવટી અધિકારી કોણ ? સિવિલના સત્તાધીશો કે કોન્ટ્રાકટ એજન્સીના માણસો? વચેટીયાઓને ઝડપી લીધા બાદ ક્રાઇમ બ્રાંચ મૂળિયા સુધી પહોંચી મોટા માથાઓ સુધી પહોંચી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે? અગાઉ કેટલા વહીવટો થયા છે, કેટલા બેડ અપાવ્યા છે ? તે પણ એક મોટો પ્રશ્ર્ન છે.


રાજકોટની કલેકટરે અને ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છૂટ્યા હતા

હાલ રાજકોટ શહેરમાં કોરોના મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજકોટની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે અને અન્ય દર્દીઓને દાખલ થવા માટે ત્રણ થી ચાર કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે કેટલાક તકવાદી શખ્સો દર્દીની અને સગાની મજબૂરીનો ફાયદો ઉઠાવી કમાવવાની તક શોધતા હોય છે. ત્યારે રાજકોટ સિવિલમાં દર્દીને રૂ.9 હજારમાં બેડ આપવાનું કહી રૂ. 9000 લેતા હોવાનો વિડીયો વાયરલ થતા ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે. ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી બે શખ્સોને જામનગર થી દબોચી લઇ તપાસનો જે અંગે કલેકટરની સુચના બાદ ધમધમાટ શરૂ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

ગઈકાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે બે અજાણ્યા શખ્સો કારમાં બેસીને દર્દીના સગા સાથે બેડ અપાવવા બાબતે રૂપિયાની લેવડ-દેવડ અંગે વાત કરતા હોય અજાણ્યા બે શખ્સોએ સિવિલમાં રૂપિયા 9000 લઇ બેડ આપવાની હૈયાધારણા આપી રૂપિયા 9000 લેતો હોય તેવો બે શખ્સોનો વિડીયો વાયરલ થતા વહીવટી તંત્ર તથા સિવિલ સતાધીશોની આબરૂના ધજાગરા ઉડ્યા હતા.

રાજકોટની કલેકટરે અને ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છૂટ્યા હતા. અંતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કમાણી કરવાના ધંધાના ગોરખધંધાનો પર્દાફાશ થતા પોલીસે તપાસ હાથ ધરી વિડીયોમાં દેખાતા બે શખ્સોની પોલીસે શોધખોળ આદરી હતી. ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ વી.કે.ગઢવી, પ્રદ્યુમનનગરનાં પી.આઈ એલ.એલ.ચાવડા, પી.એસ.આઈ વી.જે.જાડેજા, કોન્સ્ટેબલ શક્તિસિંહ,અશોકભાઈ, વિજયસિંહ, પ્રદિપસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા વિડીયોમાં દેખાતા બંને શખ્સો જામનગરનાં હર્ષદમીલની ચાલી મહાવીરનગરમાં રહેતો અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં એટેન્ડસ તરીકે નોકરી કરતો જગદીશ ભરત સોલંકી તથા હિતેષ ગોવિંદ મહિડા હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોને જામનગરથી દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં બંને શખ્સોએ કબૂલાત આપી હતી કે દર્દીના સગા સાથે બેડ આપવા બાબતે નક્કી થયા બાદ બંને શખ્સો સિવિલ હોસ્પિટલમાં પહેલાથી જ દર્દીના નામ સરનામા લઇ ફાઈલ કઢાવી દર્દીને ખાનગી વાહનમાં બીજા દરવાજાથી સિવિલમાં અંદર લાવી ત્યારે એક શખ્સ પહેલાથી જ પીપીઈ કીટ પહેરેલ અને સ્ટ્રેચર લઇ તૈયાર ઉભો હોય ત્યારે દર્દીને સ્ટ્રેચર પર બેસાડી અંદર લઇ જઈ બેડ અપાવી દેતા હોય તેમ કબૂલાત આપી હતી.

Read About Weather here

રાજકોટ સિવિલમાં રૂ. 9 હજારમાં દર્દીને બેડ અપાવતા બે શખ્સ જામનગરથી ઝડપાયા રાજકોટ

રાજકોટની સિવિલમાં હાલ ઉચ્ચ કક્ષાએથી ભલામણો અને દબાણો છતાં કોઈ પણ દર્દીને એક બેડ આપવો મુશ્કેલ બન્યો છે. ત્યારે બંને દલાલો જગદીશ અને હિતેષ ક્યાં મોટા માથાની લાગવગથી બેડ અપાવી દેતા તે તપાસનો વિષય છે. અગાઉ પણ ઇન્જેક્શન કૌભાંડમાં મયૂર ગોસાઈ અને ભાજપના આગેવાન સંજય ગોસાઈની સંડોવણી ખુલ્લી હતી. સિવિલમાં ક્યાં મોટા માથાની સંડોવણી છે? તે ક મુદ્દો શહેરભરમાં ચર્ચાઈ રહ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here