રાજકોટમાં વરસાદી ઝાપટાએ પ્રિમોન્સુનની પોલ ખોલી, ક્યાંક મોટા-મોટા ખાડા,ખાબોચિયા ભરાયા, વાહનચાલકો હેરાન થાય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ હોય તે રીતે છેલ્લા 2 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
Subscribe Saurashtra Kranti here
ગઇકાલે સાંજે પણ રાજકોટ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો અને બાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.બીજી બાજુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નજર કરતા ખબર પડે છે અહીંયા પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. લોકોને તેમજ દર્દીઓને મુશ્કેલી પડે છે પણ કોને કહેવા જવું?? એ પણ પ્રશ્ન છે. સિવિલના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે.
Read About Weather here
મોટા ગાબડાં હજુ જોવા મળે છે. તંત્ર અને શાસકો મોટી મોટી વાતોના વડા કરી રહ્યા છે અને શહેરની જનતાને રીતસર મૂર્ખ બનાવી રહ્યા હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here