રાજકોટ સિવિલમાં કોરોના રીપોર્ટ કરાવવામાં લોકોને પગે પાણી, આંખે અંધારા..!!

રાજકોટ સિવિલમાં કોરોના રીપોર્ટ કરાવવામાં લોકોને પગે પાણી, આંખે અંધારા..!!
રાજકોટ સિવિલમાં કોરોના રીપોર્ટ કરાવવામાં લોકોને પગે પાણી, આંખે અંધારા..!!

સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક જ સ્થળે કોરોના ટેસ્ટીંગનાં રીપોર્ટની વ્યવસ્થા ગોઠવવા શહેરીજનોમાં જોરદાર માંગણી, સિવિલ તંત્ર અવાજ સાંભળશે?
કોરોનાનાં દર્દીઓને એક બિલ્ડીંગમાંથી બીજા બિલ્ડીંગમાં ધક્કા ખવડાવતું સિવિલ તંત્ર: લોકોમાં રોષભેર ભારે દેકારો, એક જ બિલ્ડીંગમાં રીપોર્ટ કેમ કરાતા નથી?: માંદા અને ચાલી ન શકતા સિનિયર સિટીઝનને અકલ્પનીય હેરાનગતિ અને હાડમારી

છેલ્લા બે સપ્તાહથી રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીએ ઉછાળો માર્યો છે અને રોજેરોજ ડઝનબંધ નવા કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિકપણે લોકો સામાન્ય લક્ષણો દેખાઈ ત્યારે કોરોના રીપોર્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ તરફ ધસારો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્રનાં રાબેતા મુજબમાં અણધણ વહીવટ, બુધ્ધિનું પ્રદર્શન કરતી વ્યવસ્થા અને બેદરકારીને પાપે કોરોના રીપોર્ટ કરાવવા આવનારા શહેરજનોને પગે પાણી ઉતરી રહ્યું છે અને આંખે અંધારા આવી જાય છે.

સેંકડો નાગરિકોએ એવી ગંભીર ફરિયાદ કરી છે કે, કોરોના ટેસ્ટીંગ અને રીપોર્ટ માટે અલગ-અલગ બિલ્ડીંગમાં ધક્કા ખવડાવવામાં આવે છે. એક બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડીંગમાં ધકેલીને લોકોને શું કામ હેરાનગતિમાં મુકવામાં આવી રહ્યા છે.

એ કોઈને સમજાતું નથી અને તંત્રને જવાબ આપવાની ફુરસત નથી. ખૂબ જ સામાન્ય સમજ અને બુધ્ધિની વાત છે કે ટેસ્ટીંગ અને રીપોર્ટની વ્યવસ્થા એક જ બિલ્ડીંગમાં હોવી જોઈએ. અહીં આવનારા સિનિયર સિટીઝન જે ચાલી પણ શકતા ન હોય એ દાદરા ચડીને બિલ્ડીંગનાં બીજા, ત્રીજા કે ચોથા માળે કઈ રીતે જઈ શકે.

એવા સવાલ શહેરીજનોમાં પુછાઈ રહ્યા છે અને બે અલગ-અલગ સ્થળે વ્યવસ્થા રાખવા પાછળ કોઈ તર્ક નથી. એક બિલ્ડીંગમાં બધી વ્યવસ્થા કરવામાં તંત્રને વાંધો શું છે? આ કારણ સેંકડો લોકો રોજેરોજ ગજબનાક હાડમારી સહન કરી રહ્યા છે અને બે અલગ-અલગ બિલ્ડીંગમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર

કે પહેલા માળે વ્યવસ્થા રખાતી નથી પણ બીજા, ત્રીજા કે ચોથા માળ સુધી ચડીને ટેસ્ટીંગ અને રીપોર્ટ માટે લોકોને જવું પડે છે અને પરસેવો પાડવો પડે છે. સિવિલ હોસ્પિટલનાં વહીવટી વિભાગને આંખ બંધ કરીને કચેરીમાં બિરાજવાની ટેવ પડી ગઈ છે

અને આ બિમારી દૂર કરવાની આરોગ્ય ખાતાને પણ ફુરસત મળતી નથી. આલીશાન ચેમ્બરમાં બેસતા સિવિલ સર્જન, આરએમઓ અને અન્ય વહીવટી અધિકારીઓને લોકોની હાડમારીની ખ્યાલ જ નથી અને હોય તો સુચારૂ વ્યવસ્થા કરવાનું કોઈને સુજતુ નથી.

એવો રોષ અહીં આવનારા દર્દીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે કોરોના મહામારીએ ઉછાળો માર્યો છે. શહેરમાં ચારેતરફ નવા-નવા કેસો નોંધાઈ રહ્યા છે. એવા સમયે ટ્રેસિંગ અને ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ.

તેના બદલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું નઘરોળ તંત્ર તેની કાયમી કુટેવ મુજબ લાપરવાહી, બેદરકારી સાથે ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યું છે. જેના કારણે કોરોના રીપોર્ટ અને ટેસ્ટીંગની પ્રક્રિયા માટે આવતા શહેરીજનોને હેરાનગતિને કારણે આંખે અંધારા આવી જાય છે.

સિવિલમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક જ બિલ્ડીંગમાં અને એક સરખા સ્થળે જ કોરોના ટેસ્ટીંગ અને રીપોર્ટની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવવી જોઈએ. એવી ઉગ્ર લોકલાગણી છે.

શું વહીવટીતંત્રને લોકોનો અવાજ સંભળાશે ખરો? રાજકોટ સિવિલમાં કોરોના દર્દીઓને એક સ્થળેથી બીજે સ્થળે લેબોરેટરીનાં ધક્કા ખાવા પડી રહ્યા છે. એ ખૂબ જ ગંભીર હકીકત છે. આવી બુધ્ધિહીન વ્યવસ્થા હોવાથી કોરોનાનું સંક્રમણ પ્રસરી રહ્યું છે.

કોરોના દર્દીઓની સાથે-સાથે ટેસ્ટીંગ માટે આવનારા અન્ય લોકોને પણ સંપર્કમાં આવવું પડે છે. છતાં રીપોર્ટ માટે સિવિલનાં કેમ્પસમાં એક સ્થળેથી બીજા સ્થળે લોકોને ધકેલવામાં આવી રહ્યા છે. આવી અણઘણ પ્રક્રિયાને કારણે કોરોના ફૂંફાળો મારી રહ્યો છે.

શું એ માટે સ્થાનિક તંત્ર જવાબદાર ન ગણાય? રાજ્યનાં આરોગ્ય મંત્રાલય દ્વારા આ દિશામાં સિવિલ હોસ્પિટલ તંત્રનો કાન ખેંચીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનો આદેશ અપાય. એવી બુલંદ લોકમાંગણી સંભળાઈ રહી છે.

Read About Weather here

જો તાકીદે વ્યવસ્થા ન થાય તો કોરોના અગાઉની જેમ બેકાબુ બની જવાનો ડર રહે છે. સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પગલા લઇ રહી છે. ત્યારે સિવિલ તંત્ર ઉલ્ટા પગે ચાલી રહ્યું છે અને સેંકડો લોકોનાં જાન જોખમમાં મૂકી રહ્યું છે. રાજ્ય સરકાર યુધ્ધનાં ધોરણે દરમ્યાનગીરી કરે એ જરૂરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here