રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઇન અકબંધ!!!

1081
રાજકોટ
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫થી વધુ એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં દિવસ ને દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. બીજી તરફ, હોસ્પિટલોમાં ટપોટપ મોત થઇ રહૃાાં છે. સરકારી આંકડા અલગ જ બતાવવામાં આવી રહૃાા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જોતાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વિશે જાણી શકાય છે. ગત રાત્રે સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી ગ્રાઉન્ડ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોવા મળી હતી. હોસ્પિટલમાં બેડ ફુલ હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટ્રેચર પર દર્દીને સારવાર આપવામાં આવતી હોવાનાં દશ્યો જોવા મળ્યાં હતાં. રાત બાદ દિવસે પણ ૧૫ જેટલી એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી છે.

રાત્રે ૧૫ જેટલી એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી. ત્યારે આજે સવારથી ફરી એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ છે. સવારથી ૧૫ જેટલી એમ્બ્યુલન્સ દર્દી સાથે વેઇટિંગમાં ઊભી રહી ગઇ છે. ત્રણથી ચાર કલાકે એક એમ્બ્યુલન્સનો વારો આવી રહૃાો છે. સિવિલ બહાર આજે પણ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તમામ એમ્બ્યુલન્સ રાખી દેવામાં આવી છે. એક તરફ સરકાર કહે છે કે બેડ વધરાવામાં આવ્યાં છે તો વારો કેમ આવતો નથી તેવા સવાલો લોકોમાં થઇ રહૃાા છે.

Read About Weather here

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે ૧૫થી વધુ એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી. કેટલાક દર્દીને પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચરમાં જ ઓક્સિજન આપતા લઇ જતા નજરે પડ્યાં હતાં. રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે, જેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં બેડ ફુલ હોવાનું સામે આવી રહૃાું છે. કોરોનાની બીજી લહેરમાં લોકોને સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહૃાું છે પૂરતો ઓક્સિજન ન મળવાથી દર્દીઓના મૃત્યુ થઇ રહૃાાંનું સામે આવ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટના 129 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું
Next articleઅમદાવાદમાં સ્ફોટક હકીકત, હોસ્પિટલમાં દર્દીઓનું વેઈટિંગ