તાપમાનમાં એકાએક ઘટાડો, રાજકોટમાં 11, નલિયામાં 9, મહેસાણામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન; સૌથી ઠંડા શહેર બનતા નલિયા અને જામનગર, કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીનું આકરું મોજું ફરી વળ્યું છે. જેનાથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. સમી સાંજથી શહેરનાં રાજમાર્ગો અને શેરી-ગલ્લીઓ સુનકાર થઇ જાય છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
વાહન વ્યવહાર પણ પાંખો થઇ જાય છે. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે અને ગરમ વસ્ત્રોમાં વીંટાઈને ઘરની બહાર નીકળી રહ્યા છે. રાત્રીનાં સમયે લોકો પોતપોતાના વિસ્તારોમાં તાપણા સળગાવીને બેઠા હોય છે અને ઠંડી ભગાડવાનો વ્યાયામ કરતા દેખાઈ છે.
રાજકોટ શહેરનાં તાપમાનમાં ગઈકાલથી જોરદાર ઘટાડો નોંધાયો છે. લઘુતમ તાપમાન ઘટીને 11 ડિગ્રી થઇ ગયાનું નોંધાયું હતું. આ રીતે શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મહેસાણામાં પણ તાપમાનનો પારો એકદમ ગગડી ગયો હતો અને લઘુતમ તાપમાન ઘટીને 10 ડિગ્રી થઇ ગયો હતો.
પરિણામે શહેરભરમાં સુનકાર છવાઈ ગયો હતો. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ કોલ્ડવેવ ફરી વળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉતર ભારતનાં હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. જયારે કાશ્મીરમાં ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી ઠંડા પવનોની અસરને કારણે ગુજરાતનું વાતાવરણ પણ ટાઢુંબોળ થઇ જવા પામ્યું છે.
ગરમ વસ્ત્રો લોકો કબાટમાંથી કાઢવા લાગ્યા છે. ઉનનાં ગરમ વસ્ત્રો ખરીદવા માટે લોકો બજારોમાં ધસી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડુ શહેર કચ્છનું નલિયા રહ્યું હતું. સીઝનનું સૌથી નીચું 6 ડિગ્રી તાપમાન નોંધાતા આખું નલિયા ઠંડીથી ધ્રુજી ઉઠ્યું હતું. અનેક શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચો ઉતરી ગયો હતો. હજુ તા. 16,17,18 એ હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
આજે નલિયા બાદ સૌથી નીચું તાપમાન મહેસાણામાં 10, રાજકોટમાં 11, અમદાવાદ અને ગાંધીનગરમાં 14, પાટણ અને બનાસકાંઠામાં 11-11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં નલિયા પછી સૌથી વધુ ઠંડુ શહેર આજે જામનગર બન્યું છે. જામનગરમાં આજનો દિવસ સૌથી વધુ ઠંડો રહ્યો અને લઘુતમ તાપમાન એકદમ ગગડીને 10.5 ડિગ્રી થઇ ગયું હતું. સમગ્ર હાલારમાં ઠંડા પવન સાથે ગાત્રોગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સબરાકાંઠામાં 12 અને અરવલ્લીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ડીસામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતનાં જાણીતા હિલસ્ટેશન માઉન્ટાબુ પર તાપમાન સતત ઘટી રહ્યું છે અને સહેલાણીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આબુમાં તાપમાન માઈનસ ડિગ્રી થઇ જતા ચારેતરફ બરફની ચાદર પથરાઈ ગઈ છે. વૃક્ષો, માર્ગો અને વાહનો પર બરફનાં પળ જામી જતા દેખાયા છે.
સહેલાણીઓ બરફ પર લસરવાની મજા માણી રહ્યા છે. રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ તઠંડી પડે છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતનાં તાપમાનમાં હજુ બે થી ત્રણ ડિગ્રી વધુ ઘટાડો થવાની શક્યતા છે.
Read About Weather here
ઠંડીની મૌસમ જામવા સાથે વાઈરલ બિમારીઓ જેવી કે ફ્લુ, શરદી, વાયરલ તાવ જેવા રોગ માથું ઉચકી રહ્યા છે. સિનીયર સિટીઝન અને બાળકોની વધુ કાળજી લેવા, રાત્રે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, ગરમ વસ્ત્રોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તાકીદ કરવામાં આવી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here