આરોગ્ય અને શિક્ષણની લથડતી સ્થિતિ સામે કોંગ્રેસ નેતાઓના કાર્યકરોના દેખાવો: સિવિલ હોસ્પિટલ સામે આંદોલન કરતા શહેર કોંગ્રેસના અનેક નેતાઓ-કાર્યકરોની અટકાયત: કોંગ્રેસે આપ્યો શિક્ષણ બચાવો અને આરોગ્ય સુધારોનો નારો
કોરોના મહામારી આવી ત્યારથી આરોગ્યની લથડતી જતી સ્થિતિ અને શિક્ષણની અધોગતીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું હતું. આરોગ્યની ગંભીર સ્થિતિ સામે વિરોધ વ્યકત કરતા રાજયભરની તમામ સિવિલ હોસ્પિટલ સામે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરેલા પ્રદેશ કોંગ્રેસના વરીષ્ઠ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા સહિત સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.ભાજપના સુસાન સપ્તાહની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહયું છે. સુસાનની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
Subscribe Saurashtra Kranti here
જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા. શહેર જિલ્લા કોંગ્રેસ સમીતિ અને એનએસયુઆઇ દ્વારા જોરદાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ શિક્ષણનો વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો અને શિક્ષણનું ખાનગી કરણ બંધ કરો એવી જોરદાર નારેબાજી કરી હતી.
આ કાર્યક્રમમાં કાર્યકારી શહેર પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પૂર્વ શહેર પ્રમુખ મહેશ રાજપૂત, પ્રદેશ મહિલા કર્યો હતો કે, ગુજરાતમાં લોકો ઓક્સિજન અને દવાઓ વિના તરફરી તરફરીને મર્યા છે. ખુદ ભાજપના લોકોએ જ દવાઓ અને ઇન્જેકશનોના કાળા બજાર કર્યા છે જેના કારણે ગુજરાતમાં બે થી અઠી લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. હજારો બાળકો નિરાધાર બન્યા છે.
Read About Weather here
એવામાં આ સરકાર સફળતાનું ઉત્સવ મનાવી રહી છે. એ ખુબ જ આધાત પમાડનાર છે. તેમણે કહયું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારો સમક્ષ કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે કે, કોરોના મૃતકોના પરીવારોને સુપ્રીમના આદેશો મુજબ રોકડ સહાય આપવામાં આવે જે પરીવારોએ કમાનાર મોભી ગુમાવ્યા છે એમને પાંચ વર્ષ સુધી સહાય આપવામાં આવે. બેરોજગારો માટે સહાયના પેકેજ જાહેર કરવામાં આવે, હોસ્પિટલોમાં તમામ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here