કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળીના મોંઘાદર તેમજ બેફામ મોંઘવારી, બેરોજગારી અને વગર વિચાર્યે અમલમાં મુકાયેલી ભારતીય સેનાની અગ્નિપથ ભરતી યોજના સામે આજે ગુજરાતભરમાં કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યા હતા અને ધરણા જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ સહિત રાજ્યના તમામ 182 વિધાનસભા મત વિસ્તારોમાં યોજાયેલા ઉગ્રધરણા અને પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય સેનાને નબળી પાડવાનું બંધ કરો તેવા ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. અગ્નિપથ યોજનાના નામે ગુમરાહ કરવાનું બંધ કરો એવા સૂત્ર લખેલા પાટીયા સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા.શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારની પ્રજા વિરોધી અને સરમુખત્યારશાહી વલણને કારણે પ્રજા ત્રસ્ત બની ગઈ છે. મોંઘી વીજળી, બેકારી, મોંઘવારી સહિત અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ઘેરાયેલી છે ત્યારે કેન્દ્ર સરકારે વગર વિચારે અને આયોજન વગર યુવાનો માટે અગ્નિપથ યોજના જાહેર કરી છે.
લાંબા સમયથી ચાલી આવતી પરંપરાગત પધ્ધતિને બાજુએ મુકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવે એવી યોજના લાવી છે. એ કારણે જ દેશભરના યુવાનો જે લશ્કરમાં જોડાવા માંગે છે તેઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ ધરાવતો કોંગ્રેસ પક્ષ સરકારના આવા જનવિરોધી અને યુવા વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરવા આજે આંદોલન કરી રહ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય અજુડીયાએ જણાવ્યું હતું કે, 17 વર્ષની નોકરીને બદલે માત્ર 4 વર્ષની નોકરીનો શું મતલબ છે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને મજબુત મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાએ સ્પષ્ટ ટકોર કરી હતી કે, અગ્નિપથ યોજનાએ સૈનિકોનાં મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલું છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ જગદીશ ઠાકોરનાં આદેશથી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જોરદાર ધરણા યોજાયા હતા. જેમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી ભરત મકવાણા, મનપાનાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દીપ્તિબેન સોલંકી,
Read About Weather here
ગોવિંદભાઈ સભાયા, ફ્રન્ટસેલના ચેરમેનો મનિષાબા વાળા, હરપાલસિંહ જાડેજા, રણજીત મુંધવા, વોર્ડ પ્રમુખો ગિરીશ ઘરસંડીયા, કેતન તેમજ અન્ય આગેવાનો કનકસિંહ જાડેજા, ઠાકરશીભાઈ ગજેરા, મનુભાઈ પટેલ, ડી.બી.ગોહિલ, રવિ ડાંગર, દિપ ભંડેરી, હિરલબેન રાઠોડ, ભાવેશ પટેલ, આકાશ ગોસ્વામી, કર્મદીપ જાડેજા, અંકિતભાઈ, બ્રિજરાજ ઝાલા, વરૂણ જાની, માધવ અગ્રાવત અને જય પટેલ વગેરેની પોલીસે અટકાયત કરી હેડક્વાર્ટર લઇ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here