રાજકોટ સહિત આખુ સૌરાષ્ટ્ર ગાઢ ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ

રાજકોટ સહિત આખુ સૌરાષ્ટ્ર ગાઢ ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ
રાજકોટ સહિત આખુ સૌરાષ્ટ્ર ગાઢ ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ

રસ્તા પર 100 ફૂટ દુરની ચીજ પણ દેખાતી ન હતી, હજારો વાહન ચાલકો પરેશાન: વિરપુર, જસદણ, ગોંડલ, આટકોટ સહિતના વિસ્તારોમાં ભારે ધુમ્મસથી લોકો પરેશાન

રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી ગાંઢ ધુમ્મસની ચાદર પથરાઇ ગઇ હતી. કેટલાક કલાકો સુધી આ સ્થિતિ રહી હતી. રસ્તા પર 100 ફૂટ દુરની પણ કોઇ વસ્તુ દેખાતી ન હતી જેના કારણે સવારે નોકરી ધંધા માટે નિકળતા હજારો વાહન ચાલકો ગાઢ ધુમ્મસને કારણે વાહનો ગોકળ ગાયની ગતીથી ચલાવવામાં માટે મજબુર બન્યા હતા. શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ એમના બાઇક અને અન્ય વાહનો સાવ ધીમે ચલાવવા પડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ઉપરાંત આસપાસના વિરપુર, આટકોટ, જસદણ, ગોંડલ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં સવારથી શહેરો અને નગરો પર ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી અને સતત ઝાકળ વર્ષા ચાલુ રહેતા વરસાદ થયો હોય એવી રીતે રસ્તા ભીન્ના થઇ ગયા હતા.

રાજકોટ જિલ્લામાં બે મહિનાથી સતત ઠંડી પડી રહી છે. ઠંડીનું જોર આજે પણ યથાવત રહયું હતું. ઉપરથી ઝાકળ અને ધુમ્મસને કારણે હવામાન વધુ કઠીન બની ગયું હતું. વહેલી સવારે જોગીંગ કરનારા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ હતી. મોડી સવાર સુધી સુર્યના દર્શન ન થતા હવામાં ભેજ વધી ગયો હતો. ઉપરથી ઠંડા પવન પણ ફુંકાવવા લાગતા લોકો દિવસ ભર ગરમ વરસ્ત્રોમાં લપેટાયેલા રહયા હતા.

Read About Weather here

અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઝાકળ વર્ષા સતત થઇ હોવાથી શિયાળુ પાક જીરાને નુકશાન થવાનો ડર હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. ધુમ્મસ અને ઝાકળને કારણે સૌથી વધુ અસર જીરાના પાકને થતી હોય છે. લોકોએ આજે દિવસે પણ જરૂરી કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. હજુ આગામી દિવસોમાં આવું વાતાવરણ રહેવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here