રાજકોટ શહેર પર સૂર્યનારાયણનો કોપ: શહેરમાં કાળઝાળ ગરમીથી ધોળે દિવસે સુનકાર

રાજકોટ શહેર પર સૂર્યનારાયણનો કોપ: શહેરમાં કાળઝાળ ગરમીથી ધોળે દિવસે સુનકાર
રાજકોટ શહેર પર સૂર્યનારાયણનો કોપ: શહેરમાં કાળઝાળ ગરમીથી ધોળે દિવસે સુનકાર
ગરમીથી બચવા માથું અને ચહેરાને ઢાંકીને પ્રખર તાપનો સામનો કરવાની કોશિશો કરતા દેખાયા રાજકોટ: રાજકોટ શહેર પર છેલ્લા ત્રણ દિવસથી સૂર્યમહારાજ ભારે કોપાયમાન થઇ ઉઠ્યા હોય તેમ સૂર્યનાં સીધા કિરણોથી રાજકોટ શહેરની ધરતી અગનગોળો બની ગઈ છે. પરિણામે દિવસે રંગીલું અને ધમધમતું રાજકોટ સુનકાર થઇ જાય છે. રાજકોટ જે દિવસે કદી સુતું નથી એવા શહેરમાં કાળઝાળ ગરમીએ સર્જેલી સ્થિતિનો અંદાજો લેવા ભર બપોરે રાજમાર્ગો પર નીકળી પડેલા અમારા તસ્વીરકારે તેના કેમેરામાં કેદ કરેલી તસ્વીરો ગવાહી પૂરે છે કે, કાળઝાળ ગરમીએ રાજકોટનાં માર્ગો પર જાણે કે કર્ફ્યું લાગુ કરી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તાઓ પર ગણ્યાગાંઠ્યા વાહનો નજરે ચડે છે અને જરૂરીયાતનાં કામે બહાર નિકળેલા લોકો પણ ગરમીથી બચવા માથું અને ચહેરાને ઢાંકીને પ્રખર તાપનો સામનો કરવાની કોશિશો કરતા દેખાય છે. શહેરમાં દિવસ દરમ્યાન અવરજવર બિલકુલ ઓછી થઇ જાય છે. લોકો ભર બપોર થાય તે પહેલા અને સૂર્યદાદા મધ્ય આકાશે પહોંચે તે પહેલા લોકો ઘરોમાં ઢબુરાઈ જાય છે.

Read About Weather here

શહેરમાં શેરડીનો રસ, કૃત્રિમ ઠંડાપીણા, આઈસ્ક્રીમની દુકાનો પર ઘરાકી જામે છે અને રાજકોટવાસીઓ ઠંડા રસ અને આઈસ્ક્રીમથી તન અને મનને ટાઢાં કરવાનો વ્યાયામ કરી રહ્યા છે. સૂર્યની ગરમીથી બચવા માટે લોકોને ચહેરા અને માથું ઢાંકીને જ બહાર નીકળવા અને પુષ્કળ લીકવીડ પીતા રહેવા તબીબી નિષ્ણાંતોએ સલાહ આપી છે. લોકો સાવધ રહે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here