છ માસ સુધી રાજ્યના આઈપીએસ અધિકારીઓ જેની ચાતક પક્ષીની માફક રાહ જોઈ રહ્યા હતા તે બદલીનો લીથો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 20 એએસપીને એસપી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે 57 એસપીની બદલી કરવામાં આવી છે. આમ, કુલ 77 પોલીસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. બદલી અનુસાર સુધિરકુમાર દેસાઈને રાજકોટ ડીસીપી ઝોન-2 તરીકે બદલી આપવામાં આવી હતી.ત્યારે આજ રોજ સુધિરકુમાર દેસાઇએ પોતાના ચાર્જ પોલીસ કમિશન કચેરી ખાતે આવીને સંભાળ્યો હતો.પોલીસ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
કે પોલીસ શિસ્તબધ્ધ રીતે ફરજ બજાવી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી પ્રજાને સલામતી બક્ષે તે મંત્ર મારા માટે કેન્દ્રસ્થાને રહેશે. મારા કાર્ય ક્ષેત્રમાં આવતા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનું સમયાંતરે ઇન્સ્પેકશન કરી આ પોલીસ સ્ટેશનમાં દરેક હેડ હેઠળ ગુન્હાનો ગ્રાફ નીચે રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. આઇપીએસ સુધીરકુમાર દેસાઇએ પોતાનો પ્રોબેશન પીરીયડ જેતપુર એએસપી તરીકે વિતાવ્યો હતો.
Read About Weather here
ત્યાર બાદ તેઓએ વડોદરા રૂરલ એએસપી, અમદાવાદના ડીસીપી ટ્રાફીક અને સુરત-વડોદરામાં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી.તાજેતરમાં થયેલા પોલીસ અધિકારીઓના બદલીના હુકમમાં તેમને રાજકોટ ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાના સ્થાને નિમણૂંક આપવામાં આવતા આજે તેઓએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. તેમણે વાતચીતમાં ઉમેર્યુ હતું કે, પ્રજાની ફરીયાદ સાંભળવા અને તેના નિરાકરણ માટે મારા દ્વાર હંમેશ ખુલ્લા રહેશે. ઉપરાંત પોલીસ પણ સમાજનો જ એક ભાગ છે. પોલીસને સહયોગ આપવા તેમણે લોકોને અપીલ કરી હતી. અને પ્રજા સાથે મળીને જિલ્લા માટે કામગીરી થશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો. રાજ્યના 77 પોલીસ અધિકારીઓની બદલીનો લીથો બહાર પડ્યો છે જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ડી.સી.પી.ની નવી પોસ્ટ ઉભી કરી જેમાં મહેસાણાના પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે આમ, રાજકોટ શહેરમાં હવે ત્રણ ડી.સી.પી.ની પોસ્ટ ઉભી થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here