માંગણીઓનાં સ્વીકાર પછી સરકારે પગલા ન લેતા આંદોલનનાં માર્ગે તબીબો; સરકારે મહતમ પગાર વધારવાને બદલે ઉલ્ટું ઘટાડી નાખતા ભારે રોષ
પડતર માંગણીઓનાં ટેકામાં આજથી ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમનાં નેજા હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાનાં 300 થી વધુ સરકારી તબીબો અને તબીબી શિક્ષકો આજથી હડતાલ પર ઉતરી ગયા છે. પાંચ તબીબી સંગઠનોએ એમના પડતર પ્રશ્ર્નો હલ કરવાની માંગણી સાથે આંદોલનનું એલાન કર્યું છે.
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજનાં 180 તબીબી શિક્ષકો અને જિલ્લામાં આવેલા તાલુકા, પ્રાથમિક અને કમ્યુનિટી આરોગ્ય કેન્દ્રનાં 150 સરકારી તબીબો મળીને કુલ 330 તબીબો હડતાલમાં જોડાયા છે.
તબીબી એસોસિએશનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગત રૂપાણી સરકારનાં તબીબી શિક્ષકોની 12 માંગણીઓ મંજુર કરતો એક ઠરાવ થયો હતો. પણ હજુ સુધી તેનો કોઈ અમલ કરાયો નથી. 9 મહત્વનાં મુદ્દાઓ અંગે તો કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
Visit Saurashtra Kranti Homepage here
ગત 22/11/2021 નાં રોજ એક નવો ઠરાવ અર્કારે કર્યો છે. જેમાં મહતમ પગાર 237500થી ઘટાડીને 224500 કરી નાખવામાં આવ્યો છે. 2012 માં મોદી સરકારે આપેલો પર્સનલ-પે નો લાભ પણ પરત લઇ લેવામાં આવ્યો છે.
આંદોલનકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ અમે ત્રણ- ત્રણ વખત હડતાલ મોકૂફ રાખી છે. છેલ્લે થયેલી સમજૂતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં તમામ પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. મીડિયા સમક્ષ પણ જાહેર કરાયું હતું છતાં કશું થયું નથી.
Read About Weather here
ઉલટાના અમારા પ્રશ્ર્નો વધુ ગૂંચવી નાખવામાં આવ્યા છે. એટલે અમે માંગણી કરી છે કે એડહોક સેવાઓ નિયમિત કરવી જોઈએ, ઉચ્ચ પગાર ધોરણ આપવું જોઈએ, બઢતી આપવી જોઈએ અને સેવા સળંગ કરવી જોઈએ. આ તમામ માંગણીઓ સબબ અમે આંદોલન શરૂ કર્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here