વ્યાજખોરો ત્રાસમાં ફસાયા હોવ તો હેલ્પલાઇન નં.ફોન કરવા અપીલ
રાજકોટ શહેરમાં વધતા જતી વ્યાજખોરીને ડામવા માટે નવનિયુક્ત ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ દ્વારા મોબાઇલ નંબર 7016808244 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નામ નંબર સાથે અરજદાર અરજી કરી શકાશે અથવા ડીસીપી ક્રાઇમ ઓફિસ ખાતે સવારે 11થી 1 વાગ્યા સુધી રૂબરૂ મળી અરજી આપી શકાશે. જે અરજીનો ત્વરિત નિકાલ કરી વ્યાજખોરોની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ)ની કચેરી દ્વારા વ્યાજખોરો અંગે એક હેલ્પલાઇન નંબર 7016808244 કે જેમાં વ્યાજખોરીને લગતી કોઇપણ પ્રકારની તકલીફો કે ફરિયાદ હોય તો વોટ્સએપ દ્વારા અરજી મોકલી શકાશે.
Read About Weather here
આ અરજીમાં અરજદારે પોતાનો મોબાઇલ નબંર અવશ્ય દર્શાવવાનો રહેશે અથવા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ)ની કચેરી રાજકોટ ખાતે જાહેર રજાના દિવસો સિવાય બપોરે 11થી 1 વાગ્યા દરમિયાન રૂબરૂ આવી પોતાની રજૂઆત કરી શકશે. રાજકોટ શહેરના નાગરિકોની કોઇપણ ફરિયાદ અરજીનો સમયસર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here