રાજકોટ શહેર કોંગ્રેસમાં ભડકો

2114
રાજકોટ શહેર કોંગ્રેસનો ભડકો
રાજકોટ શહેર કોંગ્રેસનો ભડકો

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ

Subscribe Saurashtra Kranti here

રાજગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી : ઓડિયો વાઈરલ

ઇન્દ્રનીલ હજી તમે હો ને તો પણ વ્યાજબી છે, પ્રવીણભાઇ તમે રાજકોટ કોંગ્રેસના પાછા પાણીનો જવાબ દેવા જવાબદારી સ્વીકારજો.

પ્રવીણભાઇઃ જી વિચારી લેશું

ઇન્દ્રનીલઃ વિચારી લેશું એમ નહીં, તમને કોંગ્રેસની પડી જ નથી, મેં વશરામભાઇ ને કહ્યું હતું કે આ માણસને ટિકિટ ન દેવાય.

પ્રવીણભાઇઃ બરોબર, મને વશરામભાઇ ટિકિટ થોડી દીધી છે.

ઇન્દ્રનીલઃ અરે તેણે જ દીધી છે, બાકી કોઈનો બાપ દઇ શકે તેમ નહોતો

પ્રવીણભાઇઃ પરાણે ક્યા હું કહુ છું

ઇન્દ્રનીલઃ હવે તેની અક્કલમઠ્ઠાઈ તેને નડે છે. તમે આનો વિચાર કરજો બાકી બહું જ નડશે તમને

પ્રવીણભાઇઃ ના ના ઇન્દ્રનીલભાઇ એમાં એવું ન હોય હો

ઇન્દ્રનીલઃ આ ધમકી ક્યો તો ધમકી

પ્રવીણભાઇઃ ના ના ધમકી નહીં

ઇન્દ્રનીલઃ તમે મહેશ રાજપુતના રસ્તે ચાલો છો

પ્રવીણભાઇઃ મહેશ રાજપુત ગયો ઘરે, બધા ગયા ઘરે મારે કોઇ સાથએ લેવા દેવા નથી, અમે તમને પણ મદદ કરી હતી, ન કરી હોય તો કહો

ઇન્દ્રનીલઃ નહીં મદદ કરી કે ન કરી હોય એમ નહીં પણ આ વસ્તુ વ્યાજબી નથી થાતી, રાજકોટ કોંગ્રેસની આબરૂ બોલતા ન આવડતું હોય તેને વિપક્ષ નેતા બનાવે, એ પણ જામનગર અને અમદાવાદને સેટલ કરવા માટે બનાવે, અહીં કોંગ્રેસ ભાંગે તે મને વાંધો છે, બાકી મને વાંધો નથી.

પ્રવીણભાઇઃ તો પછી તમે ઉપર ના પાડી દ્યો ને

ઇન્દ્રનીલઃ ઉપર તો નાલાયકો બેઠા છે

પ્રવીણભાઇઃ તો એ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી

ઇન્દ્રનીલઃ તમારા પ્રશ્નો તમારે સ્વીકારવા જોઇએ

પ્રવીણભાઇઃ આવજો…આવજો…ફોન કટ થઇ જાય છે

Read About Weather here

રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણભાઇ સોરાણી વચ્ચે થયેલી વાતચીતની વિવાદીત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વિપક્ષ નેતા તરીકેનો ખોટો નિર્ણય લેવાયો હોવાનું બોલે છે. તેમજ ઉપર બધા નાલાયકો બેઠા હોવાનું પણ કહે છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસલમાનખાને KRK સામે માનહાનીનો કેસ કર્યો
Next articleધો.12ના વિદ્યાર્થીને પરીક્ષા પહેલા વેક્સિન આપો; શાળા સંચાલકોની રજૂઆત