રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા રૂ .831 કરોડ ખર્ચ થશે

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા રૂ .831 કરોડ ખર્ચ થશે
રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા રૂ .831 કરોડ ખર્ચ થશે

રોડના કામ બે તબક્કે થશે જેમાં સૌથી પહેલા 47 કરોડ રૂપિયાના ખર્ચે લેવલિંગના કામો થશે: 64 કરોડ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનશે.કુલ 111 કરોડ રૂપિયાના ડામર રોડ બનશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત

સ્માર્ટ સિટી મિશનમાં સમયાંતરે સ્માર્ટ સિટી રેક્ધિંગ જાહેર કરાય છે જેમાં રાજકોટ ટોપ 20મા રહૃાા બાદૃ અચાનક 40મા ક્રમ સુધી ધકેલાયું હતું. આ પાછળનું કારણ માર્કિંગ સિસ્ટમમાં આવેલું પરિવર્તન છે.

Visit Saurashtra Kranti Homepage here

પહેલા સ્માર્ટ સિટી મિશનમાં જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરાતા તેને વધુ માર્ક મળતા તેથી રાજકોટ આગળ રહેતું પણ હવે કમ્પ્લીશન પર માર્ક વધુ મળે છે. રાજકોટમાં પ્રોજેક્ટ મોટા હોવાથી કમ્પ્લીશન મળ્યા નથી તેથી પીછેહઠ થઈ છે પણ આ બધા જ પ્રોજેક્ટ એકસાથે પૂરા થતા રેન્ક આગળ આવી જશે.

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદૃ કર્યું છે. જેમાં રાજકોટે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ એટલે કે સ્માર્ટ સિટીને પાયાથી બનાવવાનો માર્ગ પસંદૃ કર્યો જે અંતર્ગત રૈયા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી કામગીરીનો ધમધમાટ ચાલી રહૃાો છે.

આ ઉપરાંત આખા શહેરને ફાયદૃો મળે તેવા કામો જેવા કે ફાયબર ઓપ્ટિક તેમજ એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ પણ બની રહૃાા છે, જ્યારે રૈયામાં અટલ સરોવરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આ બધા કામો ચાલી રહૃાા છે.

પણ ખરેખર ક્યારે પૂરા થશે અને લોકો તેમનો ઉપયોગ ક્યારે કરી શકશે તે જાણવા માટે સ્માર્ટ સિટી વિભાગ હેઠળ ચાલતા તમામ કામોનો રિવ્યૂ લેતા જોવા મળ્યું હતું કે, હાલ સ્માર્ટ સિટી હેઠળ અલગ અલગ 116 નાના મોટા કામ ચાલી રહૃાા છે.

આ માટે 831.39 કરોડ રૂપિયાની જોગવાઈ છે જે પૈકી 175.15 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે પણ હજુ સુધી સપાટી પર કામો દૃેખાયા નથી. આ કામો ક્યારે પૂરા થશે તેની તારીખ માગવામાં આવતા દૃાવો કરાયો છે

કે મોટાભાગના કામો 2022ના અંતમાં જ પૂરા થઈ જશે જ્યારે 25થી વધુ કામો ચાલુ નાણાકીય વર્ષના અંતમાં પૂરા કરાશે. સ્માર્ટ સિટી વિભાગે હાલ 831 કરોડ રૂપિયાના કામો હાથ ધર્યા છે પણ સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરને કુલ 3385 કરોડ રૂપિયાના કામ કરવાના છે.

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના હજુ 75 પ્રોજેક્ટ ટેન્ડર સ્ટેજ પર છે, 18 કામ પૂરા થઈ ગયા છે જ્યારે 2000 કરોડ રૂપિયાના 68 કામ વર્ક ઓર્ડર સ્ટેજ પર છે.

ચાલુ વર્ષ માટે કેન્દ્ર સરકારે રાજકોટ માટે 294 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે જેમાંથી 244 કરોડ રૂપિયા ખર્ચાયા છે. જ્યારે રાજ્ય સરકારે 244 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમાંથી 178 કરોડ વપરાયા છે.

આ બંને ગ્રાન્ટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા બજેટમાંથી 100 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. આ કામોમાં ઓપ્ટિકલ ફાયબર કેબલ, એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક, પાણીનું નેટવર્ક, રિસાઇકલ પાણીનું નેટવર્ક સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ પૈકી સ્ટોર્મ વોટર તેમજ પાણીના નેટવર્કનો લાભ તો રૈયા વિસ્તારમાં લોકો વસવાટ કરશે ત્યારે જ મળશે પણ ફાયબર કેબલ અને ટ્રાફિક સિગ્નલ સમગ્ર શહેરને જોડતી વાત છે તેથી તેનો ઉપયોગ સૌથી પહેલા શરૂ થઈ જશે.

સ્માર્ટ સિટી એરિયામાં રોડ નેટવર્ક બનાવતા પહેલા અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીની રાહ જોવાઈ રહી છે. જે વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ જેમ કે, ડ્રેનેજ, યુટિલિટી ડકની કામગીરી પૂરી થતી જશે તેમ તેમ રોડનું કામ થશે.

Read About Weather here

રોડના કામ બે તબક્કે થશે જેમાં સૌથી પહેલા 47 કરોડ રૂપિયાના ખર્ચે લેવલિંગના કામો થશે ત્યારબાદૃ 64 કરોડ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનશે. આ રીતે કુલ 111 કરોડ રૂપિયાના ડામર રોડ બનશે. જોકે આ સિવાય સીસી રોડનું નેટવર્ક કે જે 200 ફૂટ રોડ પર હશે તે અલગથી બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here