રાજકોટ શહેરની વિવાદાસ્પદ બનેલ હોસ્પિટલની દરખાસ્ત નામંજુર કરાશે

રાજકોટ શહેરની વિવાદાસ્પદ બનેલ હોસ્પિટલની દરખાસ્ત નામંજુર કરાશે
રાજકોટ શહેરની વિવાદાસ્પદ બનેલ હોસ્પિટલની દરખાસ્ત નામંજુર કરાશે

ગઇકાલે હોસ્પિટલ હેતુ માટે અનામત, કિંમતી પ્લોટનું વાણિજ્ય વેચાણ કરવા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો

કોંગ્રેસે એ પણ ન ભુલવુ જોઇએ કે તેના શાસનમાં રાજકોટને એક પણ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર મળ્યું નથી: મેયર,સ્ટે.ચેરમેન. શહેર ભાજપ પ્રમુખ

રાજકોટ શહેરમાં રૈયા હોસ્પિટલ માટે સાધુ વાસવાણી રોડ પર અનામત રાખવામાં આવેલ કિંમતી જમીનનાં પ્લોટનો હેતુફેર કરીને વાણિજ્ય વેચાણ માટે મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં મુકાનારી સુચિત દરખાસ્તનો ઉગ્ર વિરોધનો સુર ઉઠ્યો હતો.

અનામત પ્લોટની જનરલ બોર્ડમાં મુકાનારી દરખાસ્ત બાબતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ટીપી નં. 4 – રૈયાની આખરી નગર રચના યોજના અનુસાર નંબર 407 ની 5388 ચો.મી. જમીનનો પ્લોટ હોસ્પિટલ હેતુ માટે અનામત જમીન તરીકે 1995 માં મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યો હતો.આ પ્લોટ 18.00 મીટર ટીપી રોડનાં કાટખૂણે આવેલો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં અતિ વિકાસશીલ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર આ પ્લોટ આવેલો છે. પરંતુ મ્યુ.કમિશનરની દરખાસ્તમાં એવું જણાવ્યું છે કે, મહદંશે વાણિજ્ય હેતુનાં બાંધકામોની સાથોસાથ ઘણીબધી હોસ્પિટલ પણ અહીં આવેલી છે.

આથી હેતુફેર કરાઈ રહ્યો છે. મ્યુ.કમિશનરે એવું પણ દર્શાવ્યું હતુ કે, મનપાને જાહેર હરરાજી દ્વારા યોગ્ય આવક થઇ શકે એવા શુભ આશયથી હેતુફેર કરવાનો થાય છે. જેથી કરીને એ નાણાંનો લોકોની સુખાકારી માટે ઉપયોગ કરી શકાય. આ દરખાસ્ત સામે કોંગ્રેસનાં આગેવાનોએ ટકોર કરી હતી કે, લોકોની સુખાકારી માટે મનપાએ અહીં આ પ્લોટ પર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવવી જોઈએ. અમદાવાદ મનપા અને અન્ય મનપાઓ પાસે પોતાની માલિકીની હોસ્પિટલો છે.

આજે મેયર પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કોંગ્રેસના આક્ષેપો ફગાતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે બાબતે સોનેરી સલાહો આપી રહ્યું છે તો તેને એ પણ ન ભુલવુ જોઇએ કે તેના શાસનમાં રાજકોટને એક પણ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર મળ્યું નથી તે શહેરીજનો જાણે જ છે પરંતુ આ વિવાદમાં પડવું નથી.

Read About Weather here

આ હોસ્પિટલ માટે અનામત રખાયેલ પ્લોટની કોઇ ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી નથી અને ત્યા હવે હોસ્પિટલ બને તેવુ ન લાગતા હેતુફેરની દરખાસ્ત મુકવામાં આવી હતી પણ હવે તે કોઇ વિવાદ ન થાય તે હેતુથી ઠરાવ મુલતવી રાખવામાં આવશે અને હેતુફેર કરવામાં નહી આવે તેનું વાણીજ્ય વેચાણ નહીં થાય.આ કોઇ કોંગ્રેસની રજુઆત કે આક્ષેપોને કારણે નિર્ણય લેવામાં ન આવતું હોવાનું પણ જણાવ્યું હતું.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here