આજે મહાપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 9 મિલ્કોતે ટાંચ જપ્તી નોટીસ આપી રિકવરી કરેલ છે
મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે 9 મિલકતોને ટાંચ જપ્તીની નટીસ સહિત કુલ 35.21 લાખની રિકવરી કરવામાં આવી હતી. વોર્ડ નં-3માં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 55 હજાર રીકવરી. વોર્ડ નં-4 મહાત્મા ગાંધી પ્લોટ વિસ્તારમાં આવેલ ગેરેજને બાકી માંગણા સામે ડીમાન્ડ નોટીસ આપેલ છે. વોર્ડ નં-6માં રણછોડનગર વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 75 હજાર રીકવરી, ભાવનગર રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 60 હજાર રીકવરી.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં-7માં કોસ્મો કોમ્પલક્ષમાં આવેલ ઓફીસ નં.:- 504ના બાકી માંગણા સામે રૂ. 87 હજાર રીકવરી, પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.65 લાખ રીકવરી, સુભાષ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.06 લાખ રીકવરી. વોર્ડ નં-14માં કેવડાવાડી વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, શ્રીમદ ભવનમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 79 હજાર રીકવરી.
વોર્ડ નં-17માં પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, સાધના સોસાયટીમાં આવેલ મેરેજ હોલના બાકી માંગણા સામે રૂ. 84 હજાર રીકવરી. વોર્ડ નં-18માં ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 96 હજાર રીકવરી કરવામાં આવી.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,
Read About Weather here
મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here