આગનું કારણ હજુ પણ અકબંધ; આગમાં દાઝેલા પાંચ લોકો હજુ પણ સારવાર હેઠળ; એકનું ઉદયપુરની હોસ્પિટલમાં અને એકનું રાજકોટ સિવિલમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી
શહેરના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં કામ કરતા કર્મચારીઓની ઓરડીમાં ગત તા 12 ના રોજ રાત્રીના સમયે આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
જો કે બહારથી દરવાજો બંધ હોવાથી સમયસસર રાજેસ્થાનના ડુંગરપુરના 8 લોકો ભાગી ન શકતા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જેમાં ચાર દિવસ બાદ બે શ્રમિકોનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. જ્યારે ચાર દિવસ બાદ પણ પોલીસ હજુ આગ લાગવાનું કારણ શોધી શકી નથી ?
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં વેઈટર તરીકે કામ કરતા અને ભાડાની ઓરડીમાં રહેતા રાજેસ્થાનના ડુંગરપુરના 8 શ્રમિકો રાત્રીના સુતા હતા.
ત્યારે મધ્યરાત્રીએ એકાએક આગ ભંભૂકી ઉઠતા આઠે આઠ શ્રમિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. પરંતુ દરવાજો બહારથી લોક હોવાથી 8 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
શ્રમિકોની ચીખો સાંભળી આજુબાજુના લોકોએ દોડી જઇ ગંભીર રીતે ઘવાયેલા રાજુ કુટિયાભાઈ લબાના ( ઉ.વ 55), ચિરાગ અંબાલાલ લંબાના ( ઉ.વ 18 ), દિપક પ્રકાશ લંબાના ( ઉ.વ 22 ),
બાકેશ લંબાના ( ઉ.વ 22 ), દેવી લંબાના ( ઉ.વ 25 ), હિતેશ તુલસીરામ લંબાના ( ઉ.વ 25 ), લક્ષ્મણ અંબાલાલ ( ઉ.વ 25 ), શાંતિ ભવરચંદ લંબાના ( ઉ.વ 45) ને સારવાર
અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેના ત્રણ દિવસ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા દેવીલાલ વિક્રમ લંબાન ( ઉ.વ 22)નું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.જ્યારે શાંતિલાલ ભવરચંદ લિબાના ( ઉ.વ 52) ને પરિવારજનો વધુ સારવાર અર્થે રાજકોટ થી ઉદયપુરની મહારાણા પ્રતાપ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. એક પુત્ર – એકપુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Read About Weather here
જ્યારે હજુ પણ એક શ્રમિકની હાલત ગંભીર ગણાવાય રહી છે. આગની ઘટનાને ચાર દિવસ વીત્યા બાદ પણ તાલુકા પોલોસ કે એફ.એસ.એલની ટીમ આગની ઘટનાનું કારણ જાણી શકી નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here