રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ, એક પરિવાર, એક હોદ્દો થિયરી અમલી બનશે?

સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સહકારી જગતમાં જબ્બર ચર્ચા
સર્વ સંમત ઉમેદવાર નહીં હોય તો ચૂંટણીનાં એંધાણ: સહકારી માંધાતાઓનું ભેદી મૌન: વેઇટ એન્ડ વોચની રણનીતિ

રાજકોટ માર્કેટ યાર્ડની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી ભારે કસાકસીનો ખેલ ચાલી રહ્યો છે. બંને જૂથ ચેરમેન પદ માટે દાવેદારી કરી રહ્યું છે. છતાં સર્વસંમતિ માટેના પ્રયાસ થઇ રહ્યા છે. જો નો રિપીટ થિયરી અમલમાં મુકવામાં આવે તો જુના જોગીઓનાં નામ કપાઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેની પરિણામે ભારે અસંતોષ અને ઘૂંઘવાટ બંને જૂથોમાં જોવા મળી રહ્યો છે. હાલ પ્રદેશ કક્ષાએ બંને જૂથોના નામની યાદી મોકલી આપવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં નામોની જાહેરાત થઇ જશે.

સાથે સાથે એક વર્ગમાંથી એવો પણ સૂર ઉઠી રહ્યો છે કે, એક જ પરિવારનાં એકથી વધુ હોદ્દાઓ પર સ્થાન ન આપવું એવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નક્કી થયેલો માપદંડ અહીં પણ અમલી બનશે ખરો? એવો વૈધક સવાલ પુછાઈ રહ્યો છે.

પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે કે બંને જૂથો લલિત રાદડીયાનાં નામ પર સંમત થયા છે. પરંતુ આખરી નિર્ણય પ્રદેશ નેતાગીરી લેશે. હાલ વેઇટ એન્ડ વોચની થીયરી મુજબ સૌ કોઈ પ્રદેશનાં નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

સહકારી જગતનાં માંધાતા ગણાતા કેટલાક મોટા માથાઓનો અમારા પ્રતિનિધિ સંપર્ક કરી ચેરમેનની ચૂંટણી અંગે તેઓનું મંતવ્ય પૂછતાં તેઓએ આ અંગે કશું જ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રદેશ નેતાગીરી શું નિર્ણય લે છે.

તેના ઉપર આખી વાતનો દારો મદાર રહેલો છે. જો સ્વીકાર્ય ઉમેદવાર હોય તો વાંધો નથી. અન્યથા ચૂંટણી લડવા સુધીની રણનીતિ ઘડી કાઢવાનો પણ છૂપો ઇન્કાર કર્યો હતો.

પ્રદેશ નેતાગીરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નો રિપીટ તેમજ એક પરિવારને એકથી વધુ પદ કે ટીકીટ નહીં આપવાની થિયરી અપનાવી હતી. તેના કારણે ભારે સફળતા મળી હતી.

જો આ થિયરી અહીં પણ અમલી બંને તો ઘણા રાજકીય અંદાજો અને ધારણાઓ ખોટી પડશે તેમજ રાજકોટ માર્કેટ યાર્ડનાં ચેરમેનનાં આસન પર કોઈ નવો ચહેરો પ્રગટ થશે. એવું જાણકારોનું મંતવ્ય છે.

યાર્ડની ચૂંટણીમાં પ્રદેશ નેતાગીરી સામે ભારે પડકાર ઉભો થયો છે. જો સર્વસંમત ઉમેદવાર સ્વીકાર્ય ન બને તો ચૂંટણી પણ આવી પડે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

Read About Weather here

યાર્ડનાં ચેરમેનની ચૂંટણીમાં સ્થાનિક સહકારી મંડળીનાં સભ્યોનાં મંતવ્યો અને અભિપ્રાય ધ્યાને લેવામાં આવતા હતા. પરંતુ આ વખતે આ પરંપરા અને લોકશાહી રીત પડતી મુકવામાં આવી છે. જે બાબત સહકારી જગતની ઘોર ખોદવા સમાન જણાવાય રહી છે.(12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here