સમયસર હપ્તા ભરવા છતાં લોકડાઉન દરમિયાન બમણું વ્યાજ લેતા હતા
મુથુટ ફાઈનાન્સ ખોટી રીતે વ્યાજ વસુલ મેળવવા તેમજ 12% ની ગોલ્ડ લોનની જાહેરાતો કરી લોકડાઉનનો લાભ લઇ 25% જેવું તોતિંગ વ્યાજ મેળવેલ જેથી ફરિયાદ મૌલિકભાઈ નિલેશભાઈ દવેએ તેમના વકીલ મારફત મુથુટ ફાઈનાન્સ ઉપર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરેલ.
ફરિયાદી મૌલિકભાઈ નીલેશભાઈ દવે રહે. રાજકોટએ તેમના વકીલ મારફત મુથુટ ફાઈનાન્સ ખોટી રીતે ગેર કાયદેસર વ્યાજ વસુલ મેળવવા તેમજ 12% ની ગોલ્ડ લોનની જાહેરાતો કરી લોકડાઉનનો લાભ લઇ 25% જેવું તોતિંગ વ્યાજ મેળવેલ જેથી મુથુટ ફાઈનાન્સ ઉપર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરેલ.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
મૌલિકભાઈએ રાજકોટની મુથુટ ફાઈનાન્સમાંથી તા. 17/12/2019ના રોજ ગોલ્ડ લોનથી પોતાનું ગોલ્ડ ગીરવે મુકી રૂ.5,00,000/- લોન લીધેલ જેમાં વાર્ષિક વ્યાજ દર 12 % (પ્રતિ માસ 1 %) નક્કી થયેલ હતો. 09/03/2020૦૨૦ સુધી સમયસર વ્યાજ ભરપાઈ કરવામાં આવેલ ત્યારબાદ વિશ્વભરમાં આવેલ કોવીડ- ૧૯ ની મહામારીના લીધેદેશભરમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ
તે સમય દરમિયાન પણ ફરિયાદી રૂબરૂ પૈસા ભરવા આવેલ. પરંતુ મુથુટની બ્રાંચ બંધ હોવાથી તેઓ પૈસા જમા કરાવી શકેલ નહી. ત્યારબાદ આશરે બે માસ પછી બ્રાંચમાંથી મૌલિકભાઈને ફોન આવેલ કે હવે બ્રાંચ ખુલી ગયેલ છે. તમો તમારા પૈસા ભરી જશો જેથી ફરિયાદી રૂબરૂ જતા બાકી રહેતી રકમ પૂછતા એવું જણાવવામાં આવેલ કે લોકડાઉનના બે મહિનાનું વ્યાજ ભરેલ ન હોવાથી હવે તમોએ 12% નહી આશરે 25% જેટલું વ્યાજ ચુકવવું પડશે.
કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા તથા આ ગોલ્ડની ફરિયાદીને અત્યંત જરૂરિયાત હોવાથી લોન અયોગ્ય વ્યાજ સાથેની રકમ સહીત તા. 4/9/2020 ના રોજ બ્રાન્ચમાં અરજી કરી સખ્ત વાંધા સાથે ભરપાઈ કરેલ અને કંપની તરફથી પુરતો સંતોસકારક સહયોગ કે સેવા આપવામાં આવેલ નહિ. ફરિયાદીએ તેમનાં એડવોકેટ મારફત લીગલ નોટીસ મોક્લાવેલ
Read About Weather https://mausam.imd.gov.in/
જેનો કોઈ યોગ્ય પ્રત્યુતર ન આવતા ફરિયાદી દ્વારા તેમના એડવોકેટ મારફટ ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલ. આ કામમાં ફરેયાદી વતી એડવોકેટ તરીકે પી.એમ. શાહ લો ફર્મ ના પીયુશભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જયભાઈ માગ્દાની, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ચાવડા રોકાયેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here