રાજકોટ મા.યાર્ડની ચૂંટણી જાહેર: 5 ઓક્ટોબરે મતદાન

રાજકોટ મા.યાર્ડની ચૂંટણી જાહેર: 5 ઓક્ટોબરે મતદાન
રાજકોટ મા.યાર્ડની ચૂંટણી જાહેર: 5 ઓક્ટોબરે મતદાન

23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાશે, ખેડૂત-10, વેપારી-4 અને સહકારી વિભાગની 2 સહિત 16 બેઠક માટે મતદાન
રા.લો.સંઘની જેમ નવું નામ ફાઇનલ થાય તો નવાઇ નહી
ભાજપનાં બે જૂથ વચ્ચે સમાધાન થશે કે ચૂંટણી યોજાશે?

રાજકોટ માર્કેટ યાર્ડનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદ્દત ગત તા.8 નાં રોજ પૂર્ણ થઇ ગઈ છે. ચૂંટની અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પડશે. યાર્ડનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદ્દત પૂર્ણ થતા જીલ્લા કલેકટરને રાજકોટ યાર્ડની ચૂંટણી યોજવાની મંજૂરી આપવા અંગેની દરખાસ્ત કરી દેવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

યાર્ડનાં વા.ચેરમેન હરદેવસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રાંતીને જણાવ્યું હતું કે, સરકારનાં નવા નિયમ મુજબ બે ટર્મથી યાર્ડની ચૂંટણી લડતા હોય તેવા ડિરેક્ટર ચેરમેન કે વા.ચેરમેન બની નહીં શકે. ચૂંટણી લડવાની છૂટ આપી દીધી પણ હોદ્દેદારો ન થઇ શકે.

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને જીલ્લા ભાજપનાં બે જૂથનાં લોકોએ પોતાના કહ્યાગરા ચહેરાઓને મેદાનમાં ઉતારી સતા હાંસલ કરવા ચક્રવ્યૂહ ગોઠવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગોંડલ, જામકંડોરણા અને ઉપલેટા મા.યાર્ડની મુદત એક મહિના પહેલા પૂર્ણ થઇ ગયેલા છે. રાજકોટ જીલ્લા ભાજપનાં જ બે જૂથોમાં પોતાના માનીતા ચહેરાઓને બેસાડી પ્રમુખ પદનાં નામની સર્વાનુમતે નક્કી થાય તો બિનહરીફ જાહેર થાય તો ચૂંટણી નહીં યોજાય.

જો બંને જૂથમાં પોતાનાનેજ પ્રમુખપદે બેસાડવાનું મન માનવી લીધું હશે ચૂંટણી રસાકસી થશે.રાજકોટ મા.યાર્ડની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ત્યારે યોજાયેલી રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં સર્જાયેલ અપસેટની ચર્ચાઓ જીલ્લા ભાજપનાં બે જૂથ વચ્ચે તાજી થઇ રહી છે.

નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણી જૂથ વચ્ચે ચેરમેન પદની નિમણૂંકને ભારે રસાકસી જામી હતી. ચેરમેન પદને લઈને મહિનાઓ સુધી બંને જૂથનાં સભ્યોએ મંડળીઓના પ્રમુખોને મનાવવા ભારે દોડધામ કરી હતી.

Read About Weather here

ચેરમેન પદે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક થતા બંને જૂથનાં સભ્યોની મનની મનમાં રહી ગયા હોવાની વાત તાજી થઇ હોવાનું ચર્ચાઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here