ચેરમેન અને વા.ચેરમેન કોને બનાવવા તેનો નિર્ણય ભાજપ મવડી મંડળ લેશે
રાજકોટ મા.યાર્ડની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી અંદરો-અંદર પડેલા જૂથોનાં સભ્યોએ પોતાના જૂથમાંથી ચેરમેન અને વા.ચેરમેનની નિમણુંક થાય તેવા પ્રયાસો શરૂ દીધા છે અને તડામાર તૈયારીઓ આદરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી મામલે રાજ્યનાં મંત્રી જયેશભાઈ રાદડીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, યાર્ડની ચૂંટણીમાં કોઈ જૂથવાદ નથી. જીલ્લાનાં સહકારી ક્ષેત્રની તમામ સંસ્થાઓ બિનહરીફ થાય તેવા પ્રયત્નો કરાશે.
યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેન કોને બનાવવા તેનો નિર્ણય ભાજપનું મવડી મંડળ લેશે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે તેમ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું.
મા.યાર્ડની ચૂંટણીને લઈને બંને જૂથોનાં વડાઓ ગાંધીનગર સુધી દોડી જઈ ભલામણનો દૌર શરૂ કરી દીધો એટલું જ નહીં અમારામાંથી જ ચેરમેન અને વા.ચેરમેનની નિમણુંક થાય તેવી આજીજી ભર્યા શબ્દોથી વિનંતી કરી હોવાની ચર્ચાઈ રહ્યું છે.
Read About Weather here
ચેરમેન અને વા.ચેરમેનની નિમણુંકને લઈને બંને જૂથો સંધાન કરી લેશે કે પછી નવી રણનીતિ ઘડશે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.
જાણવા મળતી વિગત મુજબ યાર્ડની બિનહરીફ ચૂંટણીને લઈને બંને જૂથોનાં વડા ગાંધીનગર સુધી ભલામણનો દૌર શરૂ કરી દીધો પણ આખરી નિર્ણય તો ભાજપ મવડી મંડળ લેશે.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here