રાજકોટ માતા ક્યાં દાખલ છે તેની ભાળ મેળવવા પુત્ર બે દિવસ ભટકતો રહૃાો

રાજકોટ Civil Hosp
રાજકોટ Civil Hosp

રાજકોટ આરટીઓ નજીક રહેતા કંચનબેન પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.૧૨ના સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સિવિલના કોવિડ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દર્દી પાસે તેના સંબંધીને રહેવા દેવામાં આવતા નથી પરંતુ વોર્ડમાં દૃાખલ દર્દીની હાલત કેવી હશે, તેની તબિયત સુધારા પર છે કે ગંભીર તે જાણવા આતુર પરિવારજનોને માહિતી પણ મળતી નથી, આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વોર્ડમાં દાખલ મહિલાની માહિતી મેળવવા તેનો પુત્ર બે દિવસથી કન્ટ્રોલરૂમે ધક્કા ખાતો હતો, પરંતુ તેની માહિતી મળતી નહોતી, મહિલા ક્યા વોર્ડમાં દાખલ છે તેની પણ કર્મચારીઓને જાણ નહોતી અંતે બે દિવસ પછી યુવકને તેની માતાની માહિતી મળી હતી.

રાજકોટ આરટીઓ નજીક રહેતા કંચનબેન પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.૧૨ના સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, કંચનબેનને દાખલ કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે તેના પુત્ર કમલેશને કહૃાું હતું કે, આવતીકાલે આવજો કંચનબેન સાથે વાત કરાવીશું, તા.૧૩ના કમલેશ ચૌધરી હાઇસ્કૂલમાં બનાવેલા કન્ટ્રોલરૂમે પહોંચ્યો હતો અને માતાની તબિયતની માહિતી પૂછતાં ત્ચાં ફરજ પર રહેલા સ્ટાફને કંચનબેન પરમાર દાખલ છે કે નહીં તેની જ જાણ નહોતી, રેકોર્ડ પર કોઇ વિગત નહીં મળતાં કમલેશની હાલત કફોડી બની હતી, તેણે કલાકો ત્યાં વિતાવી પરંતુ કોઇ ભાળ મળી નહોતી.

Read About Weather here

અંતે થાકીને યુવક પોતાના ઘરે ગયો હતો, તા.૧૪ના કમલેશ ફરીથી કન્ટ્રોલરૂમે પહોંચ્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યો નહોતો, હોસ્પિટલમાં દાખલ જનેતા સરકારી દફતરે ગુમ થતાં પરમાર પરિવારની હાલત કફોડી બની હતી, એક તબક્કે તો કમલેશે સંયમ ગુમાવ્યો હતો અને ફરજ પરના સ્ટાફનો ઊધડો લેતા અંતે સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને કલાકોની શોધખોળ બાદ રાત્રે ૮.૧૫ વાગ્યે હોસ્પિટલ સ્ટાફે વીડિયો કોલ કરીને કંચનબેન કોવિડના પાંચમા માળે દાખલ હોવાનું બતાવ્યું હતું. આવા અનેક કિસ્સા હોસ્પિટલ કેમ્પસમાં દરરોજ બની રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here