કોના કહેવાથી અને કોના ખાતર આવા અધિકારીઓને મનગમતા હોદ્દાઓ આપવામાં આવે છે અને ક્યાં ફેવિકોલથી ચોટાડી રાખવામાં આવ્યા છે તેનો જવાબ માંગે છે જનતા
16 અધિકારીઓ તો પાંચ-પાંચ વર્ષ થયા એકજ સ્થળે કાર્યરત હોવા પાછળનાં કારણો સર્જી રહ્યા છે રહસ્યનાં વમળો
છેલ્લા ત્રણ વર્ષથી એક જ હોદ્દા પર હોય એવા અધિકારીઓની સંખ્યા 107 જેટલી છે!!
રાજકોટ મનપામાં અનેક અધિકારીઓ એક જ જગ્યા પર ચીટકી રહેતા અનેક અનુમાનોની આંધી
મલાઈદાર હોદ્દાઓ પર અઠ્ઠે દ્વારકા કરી દેનારા નેતાઓનાં લાંબા સમયનાં શાસન પાછળ ચોક્કસ નેતાઓનું રક્ષણ અને આશિર્વાદ જ મુખ્ય પરિબળ હોવાની સંભાવના: કદાવાર નેતાઓનાં આશિર્વાદ વિના આવું શક્ય ન જ બને, શહેરીજનોમાં ભારે રસપ્રદ ચર્ચા, અટકળો અને અનુમાનો 16 અધિકારીઓ તો છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે કાર્યરત, નિયમ મુજબ 3 વર્ષે બદલીનાં ફેરામાંથી કઈ રીતે છટકી જાય છે?
મનપામાં મલાઇદાર હોદાઓના હિંચકે લાંબા સમયથી ઝુલનારા અધિકારીઓને કોણ કરાવે છે જલ્સા!?
અલ્પના મિત્રા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કાયમી ફરજ પર! મનસુખભાઈ સાગઠીયા ટીપી શાખામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સિવિલ તરીકે વર્ષોથી ફરજ બજાવે છે પણ ટીપી સ્કીમમાં આવતા એકપણ નિયમનું પાલન થતું નથી :ચચા
નેતાઓનાં ઘરે વ્હાલા-વ્હાલા થવા પહોંચી જઈ કાયમ રસદાર જગ્યા સાચવી રાખવામાં સફળ થઇ રહ્યા છે ચીટકુ અધિકારીઓ
નેતાઓનાં ઘરે વ્હાલા-વ્હાલા થવા પહોંચી જઈ કાયમ રસદાર જગ્યા સાચવી રાખવામાં સફળ થઇ રહ્યા છે ચીટકુ અધિકારીઆ
1.અલ્પના મેહુલ મિત્રા (સીટી એન્જીનીયર સ્પેશયલ) આવાસ વિભાગ
2.સાગઠીયા મનસુખ ડી. ( આસી.ટાઉનપ્લાનીંગ સીવીલ-ટીપી શાખા)
3.અમિતકુમાર ચોલેરા (આસી./સાંસ્કૃતિક વિકાસ વિભાગ)
4.રાજુ.બી.અજેશ (આસી.એન્જીનીયર સિવિલ-જેએનએનયુઆરએમ)
મયુર ખીમસુરીયા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)
આકાશ એન. પરમાર (આસી. એન્જીનીયર સિવિલ-ડ્રેનેજ)
7.વિવેક આર. મહેતા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)
8.ભરતકુમાર બોલાણીયા (ડે.એક્સ ઇનજેર સિવિલ-બાંધકામ)
9.હર્ષલ જી.દોશી (આસી.એન્જી. સિવિલ-ટીપી)
10.ઇમરાન એસ. ડેલા (આસી.એન્જી. સિવિલ-બાંધકામ)
11.વિપુલકુમાર એમ. મકવાણા (ડે.એક્સ એન્જી. સિવિલ-ટીપી)
12.મેહુલ એ. રાઠોડ (આસી.એન્જી સિવિલ-આવાસ યોજના)
13.મૌલીક જે.ટાંક (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
14.જતીન એમ. ગેડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
15.વિશાલ એમ.વાગડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
16.ધીરેન નટવરસિંહ કાપડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
રાજકોટ મહાનગરપાલિકામાં ડઝનથી વધુ અધિકારીઓ ચોક્કસ હોદ્ાઓ પર પાંચ-પાંચ વર્ષથી ચિપકી રહયા છે અને અન્યો અનેક અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી કેટલાક હોદ્ાઓ પર યથાવત રહયા હોવાથી રાજકોટ શહેરમાં અને જાણકાર વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા, અનુમાનો અને અટકળોના પવન ફુંકાવવા લાગ્યો છે
Visit Saurashtra Kranti Homepage here
રહસ્યમય રીતે મનપસંદ અને મલાઇદાર હોદ્ાઓ પર આવા અધિકારીઓ કયાં કારણોસર અઠ્ઠે દ્વારકા કરવામાં અત્યાર સુધી સફળ થયા છે. તેના કારણો રહસ્યના વમણો સર્જી રહયા છે. જાણકાર વર્તુળોમાં અંદરખાને જોરશોરથી એવી ચર્ચા થતી પણ સંભળાય છે.
સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો હોય એવું અધિકારીઓના હોદ્ાઓના વર્ષોનું કોષ્ટક જોતા સ્પષ્ટ નજરે તરી આવે છે.
મલાઇદાર અને મનપસંદ હોદ્ાઓ પર ચોક્કસ અધિકારીઓને નિયમની ઐસીતૈસી કરીને બેસાડી રાખવા પાછળ કોના આર્શીવાદ છે, કોના કયાં પ્રકારના હિત સમાયેલા છે? એ જાણવાનો રાજકોટની જનતાને અધિકાર છે. પરંતુ અત્યારે તો આ વિષય પર મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર થતું નથી અને રહસ્ય ધેરાતુ જાય છે.
કોણ, કયાં, શા માટે જેવા સવાલો અને તેના જવાબો શોધવાની કડાકુટમાં પડયા વિના અત્યારે આપણે મુળ વિષય પર નજર નાખીએ. કયાં અધિકારીઓ કયાં કયાં હોદ્ા પર કેટલા સમયથી ફેવીકોલ લગાડીને ચોટી ગયા છે.
તેના પર દ્રષ્ટિપાત કરવાનું રસપ્રદ થઇ પડશે અને લોકોને પણ મનપામાં ચાલી રહેલી વહીવટની રીતરસમો વિશે ખ્યાલ મેળવવાની તક મળશે. દેખાય છે એ બધુ રૂડુ અને રળીયામણુ નથી. અનેક ભેદ, ભરમો મનપાની કચેરીઓના ખુણેખુણે અને ટેબલે ટેબલે નજરે તરી આવે છે.
પરંતુ તેનો તાગ મેળવવાની આમ જનતાને તો કોઇ ફુરસદ ન હોય એ સ્વભાવિક છે. એટલે જાણકારો અને જવાબદાર મીડિયા ખાંખાંખોળા કરતા રહે છે અને આ ધમ્મર વલોણામાંથી આંખો પહોળી કરતી ઘટનાઓ અને હકીકતો બહાર આવે છે. જેનું તાજુ ઉદાહરણ મનપામાં મનપસંદ હોદ્ાઓને ગળે લગાડવાની રીતરસમ છે.
મનપાના અધિકારીઓના કાર્યકાળનો અભ્યાસ કરતા દેખાય આવે છે કે, 16 અધિકારીઓતો પાંચ-પાંચ વર્ષથી એકની એક જગ્યા પર ફરજ બજાવી રહયા છે. સામાન્ય રીતે ત્રણ વર્ષે બદલી કરવાની હોય છે. પરંતુ આ અધિકારીઓના ચોક્કસ હોદ્ાઓ પર લાંબા સમયનો આવાસ અને નિવાસ રહસ્યના તાણાવણા સર્જે છે.
અલ્પનાબેન મિત્રા નામના એક અધિકારી સીટી એન્જીનીયર છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કામગીરી કરી રહયા છે. એમની બદલી નહીં કરવા પાછળનો પણ કોઇ તર્ક સમજાતો નથી.
પણ આંતરીક સુત્રો છાતી ઠોકીને કહે છે કે, આ ચીપકુ અધિકારીઓનાં માથા પર ચોક્કસ શકિતશાળી નેતાઓના બારેમાસ આર્શીવાદ વરસતા રહે છે. પરીણામે આ અધિકારીઓને હટાવી દેવાની કોઇની મગદુર દેખાતી નથી.
કેમ કે, એમના પર એમના રાજકીય આકાઓના ચારેય હાથ હોય છે. પરિણામે લ્હેરથી મનપસંદ જગ્યા પર અડ્ડો જમાવીને બેસી ગયા છે.આવું એક બીજુ ઉદાહરણ પણ જોઇએ. અધિકારીઓનું નામ છે મનસુખભાઇ સાગઠીયા તેઓ ટીપીમાં આસીસ્ટન્ટ ટાઉન પ્લાન્ટ સિવિલ તરીકે ફરજ બજાવી રહયા છે.
જો કે એ જુદી વાત છે કે, ટીપી સ્કીમમાં આવતા એક પણ નિયમનું પાલન અહીં કરવામાં આવતું નથી. છતાં કોઇની હેસીયત નથી કે આ અધિકારીને અહીથી કોઇ તસુભાર પણ હટાવી શકે. એમને પણ કોઇને કોઇ રાજકીય ગોડ ફાધરના આર્શીવાદ મળતા જ હશે એવી ચર્ચા છે.
આ લીસ્ટ નાનુ નથી ધણુ મોટુ છે. 16 અધિકારીઓ એવા છે જે પાંચ-પાંચ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચીપકીને બેઠા છે. એમને મનગમતા હોદ્ા પર સતત બેસાડી રાખવા પાછળ કોની વગ, વહાલ અને આર્શીવાદ કામ કરે છે એ મનપામાં બધા જાણે છે પણ કોઇ બોલવા તૈયાર નથી બિચારી જનતા તો શું કરે?
એ તો આમય વહીવટી દ્રષ્ટિએ હાંસીયામાં ધકેલાએલી હોય છે. જનતા પાસે આવા સવાલો પુછવાનો ન તો સમય હોય છે કે ન તો હામહિમ્મત હોય છે. કેટલાક કદાવર નેતાઓને કારણે આ 16 અધિકારીઓ પોતપોતાના મનપસંદ હોદ્ા પર પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કાર્યરત છે. એમના નામ જાણવા જેવા છે.
પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જ શાખા અને હોદ્ામાં ફરજ બજાવતા અધિકારીઓમાં અમિતકુમાર ચોલેરા (આસી./સાંસ્કૃતિક વિકાસ વિભાગ), રાજુ.બી.અજેશ (આસી.એન્જીનીયર સિવિલ-જેએનએનયુઆરએમ), મયુર ખીમસુરીયા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ), આકાશ એન. પરમાર (આસી. એન્જીનીયર સિવિલ-ડ્રેનેજ), વિવેક આર. મહેતા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ), ભરતકુમાર બોલાણીયા (ડે.એક્સ ઇનજેર સિવિલ-બાંધકામ), હર્ષલ જી.દોશી
(આસી.એન્જી. સિવિલ-ટીપી), ઇમરાન એસ. ડેલા (આસી.એન્જી. સિવિલ-બાંધકામ), વિપુલકુમાર એમ. મકવાણા (ડે.એક્સ એન્જી. સિવિલ-ટીપી), મેહુલ એ. રાઠોડ (આસી.એન્જી સિવિલ-આવાસ યોજના), મૌલીક જે.ટાંક (આસી.એન્જી સિવિલ-બાંધકામ), જતીન એમ. ગેડીયા
(આસી.એન્જી સિવિલ-બાંધકામ), વિશાલ એમ.વાગડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ), ધીરેન નટવરસિંહ કાપડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ) આ તમામ અધિકારીઓ પંચવર્ષીય યોજનામાં લહેરથી ફરજ બજાવી રહયા છે.
એમનો કોઇ વાળ વાંકો કરી શકયું નથી અને કદાચ આજીવન હોદ્ા પર રહે તો પણ કોઇને નવાઇ નહીં લાગે કેમ કે આ બધાને વગદાર નેતાઓનું પીઠબળ અને સમર્થન સતત પ્રાપ્ત થતા રહે છે. તેની પાછળના કારણો પણ દિવા જેવા સ્પષ્ટ છે પણ જાહેરમાં ચર્ચી શકાય તેમ નથી. તેની માત્ર અનુભુતી જ કરવી પડશે.
કહેવાય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચિપકીને બેસી ગયા હોય એવા અધિકારીઓની સંખ્યા તો 107 જેટલી છે. આવા તમામ અધિકારીઓને અલગ-અલગ નેતાઓના છુપા આર્શીવાદ મળતા હોય તેવી ચર્ચા મનપાના પરિષરમાં સંભળાય છે.
ચિપકુ અધિકારીઓ એક જ જગ્યા પર બેઠા રહયા છે અને હટાવી શકાતા નથી. તેની પાછળનું એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે, સમય અને સંજોગો મુજબ બલકે અણીના સમયે અધિકારીઓ વહાલા વહાલા થવા માટે નેતાઓના ઘરે પહોંચી જતા હોય છે
અને આર્શીવાદનો બુસ્ટર ડોઝ મેળવીને પોતાની ખુરશી સાચવી રાખવામાં સફળ થઇ જતા હોય છે. આ રીતે પગ ચંપી અને પીઠ ખંજવાળવાની આ ખુબ જ ભેદી અને રહસ્યમય ગાડી અવિરત ચાલતી રહે છે, તેના સીડયુલમાં કોઇ પરીવર્તન આવતું નથી.
ટીપી સ્કીમ હોય કે અન્ય વિભાગો અવાર-નવાર કૌભાંડોનાં આક્ષેપો થતા રહે છે. છતાં રાજકીય આકાઓની છત્રછાયા હેઠળ ફાટીને ધુમાડે ગયેલા અધિકારીઓનું કોઇ કશુ બગાડી શકતું નથી. રજૂઆતો કરનારાની રજૂઆતો અરણ્ય રૂદન બનીને રહી જાય છે.
રાજકીય ગોડ ફાધરોના અવીરત વરસતા આર્શીવાદને કારણે ચિપકુ અધિકારીઓના 100 ગુન્હા માફ હોય એવો તાલ મનપાના વહીવટમાં સર્જાતો દેખાઇ રહયો છે પણ અત્યંત દુ:ખ અને આશ્ર્ચર્યની વાત એ છે કે, આવા અધિકારીઓની યાત્રા વીના રોકટોક ચાલુ રહે છે.
એમની કામગીરી, એમની ઉણપો, એમના વાણીવર્તન, એમની ચાલઢાલ પ્રતિ ચિંધાતી સેંકડો આંગળીઓ કોઇ પરિણામ વિના નીચે ઝુંકી જતી હોય છે. એમના તરફ ફેંકવામાં આવતા આક્ષેપોના પથ્થર બુમરેંગ થઇને રજૂઆત કરનારા નિષ્ઠાસીલને જ ધાયલ કરી જાય છે.
જનતા જવાબ માંગી રહી છે, સ્થાપિત હિતોની બની ગયેલા આવા અધિકારીઓ કયાં પ્રકારની સાઠગાંઠ કોની સાથે ધરાવે છે?, શા માટે ધરાવે છે?, કોને શું લાભો પ્રાપ્ત થઇ રહયા છે? એ તમામ સવાલો મનપાના પરીષરમાં અથડાઇ અને કુટાઇ રહયા છે
પણ આમ જનતાને તેના કોઇ જવાબ મળે એવી શકયતા દુરદુર સુધી નજરે ચડતી નથી. ટીપી સ્કીમના અધિકારીઓ તો એવા વહેમમાં રાચે છે કે, એમની સામે ગમે તેટલા આક્ષેપ થાય પગલા લેવાનું તો બાજુએ રહયું, કોઇ એમની ટચલી આંગળી પણ વાંકી કરી શકે તેમ નથી અને આ હકીકત ભલે પીડા દાયક છે
Read About Weather here
પણ આ વાસ્તવીકતા તેનું વરવુ રૂપ બતાવીને મનપામાં આવનારા તમામ રૂપ બતાવીને અટ્ટહાસ્ય કરી રહી છે એ હકીકત નિશ્ર્ચિત છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here