મવડી ગામ આવેલા નવા દોઢસો ફુટ રીંગ રોડ પર ટીલાળા ચોક પાસે કલોરીન ગેસના બાટલા ભરેલો ટ્રક અને વેગન આર કાર સામસામે ધડાકા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત કારનો બુકડો બોલી જતા તેમાં બેઠેલા બે યુવાનના મોત નિપજયા હતાં.મળતી વિગત મુજબ મવડીની ભાગોળે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા ટીલાળા ચોક પાસે વહેલી સવારે અમદાવાદથી જામનગર તરફ જતો કલોરીન ગેસના બાટલા ભરેલો જીજે-1ર-એવી-879ર નંબરનો ટ્રક અને વિરપુર તરફ જતી જીજે-18 એબી-138-નંબરની વેગન આર કાર સામ સામે ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને કોઇએ 108 માં જાણ કરતા 108 ના ઇએમટી રૂપેશભાઇ અને પાઇલોટ રોહીતભાઇ સહિત તાકીદે સ્થળ પર દોડી ગયા હતાં. બુકડો બોલેલી કારમાં ત્રણ યુવાનો ફસાયેલા હોવાથી તેને બહાર કાઢવા માટે રૂપેશભાઇએ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર, જમાદાર, ફાયરમેન સહિતે રેસ્કયુ ટેન્કર સાથે સ્થળ પર પહોંચી સ્પેડરકટર એને જેક અને જેસીબીની મદદથી કારમાં દબાયેલા ત્રણેય યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતાં. બાદ બનાવની જાણ થતા લોધિકા પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં આકાશ જેન્તીભાઇ મેર (ઉ.વ.રર) (રહે. વિરપુર)ને માથા તથા શરીરે ઇજા થઇ હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયારે બીજા બે યુવાન આશીષ જેન્તીભાઇ મેર (ઉ.વ.ર0) અને તેનો મિત્રને લોધિકા ખસેડવામાં આવ્યા હતાં જયા આશીષ મેર અને તેના મિત્રનું મૃત્યુ નિપજયુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે. વિરપુરમાં રહેતા આકાશ અને તેનો નાનો ભાઇ વિડીયો શુટીંગનું કામ કરે છે. રાજકોટ રણુજા ગામમાં માતાજીનો માંડવો હોઇ તેથી ત્રણેય પરમ દિવસે રણુજા ગામમાં માતાજીના માંડવાનું શુટીંગ કરવા માટે આવ્યા હતાં. કામ પુર્ણ કરી ત્રણેય આજે વહેલી સવારે વેગન આર કારમાં બેસી વીરપુર જતા હતાં.
Read About Weather here
આ બનાવ અંગે લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.આવ્યા હતાં જયા આશીષ મેર અને તેના મિત્રનું મૃત્યુ નિપજયુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે. વિરપુરમાં રહેતા આકાશ અને તેનો નાનો ભાઇ વિડીયો શુટીંગનું કામ કરે છે. રાજકોટ રણુજા ગામમાં માતાજીનો માંડવો હોઇ તેથી ત્રણેય પરમ દિવસે રણુજા ગામમાં માતાજીના માંડવાનું શુટીંગ કરવા માટે આવ્યા હતાં. કામ પુર્ણ કરી ત્રણેય આજે વહેલી સવારે વેગન આર કારમાં બેસી વીરપુર જતા હતાં. આ બનાવ અંગે લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here