40 જેટલી રેકડીઓ પરથી નમુના લેવાયા, 31 કીલો ગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ: બટેટા, ડુંગળી, બ્રેડ જેવા પદાર્થો વાસી હોવાનું જાહેર થયું
રાજકોટ મનપા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનાં ચેકિંગ માટે ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. અને 40 જેટલી રેકડીઓ પરથી નમુના લેવાયા, 31 કીલો ગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
તેમજ બટેટા, ડુંગળી, બ્રેડ જેવા પદાર્થો વાસી હોવાનું જાહેર થયું હતું. વધુ વિગત જોઇએ તો મહાવીર જનરલ સ્ટોર્સ, રણછોડનગર-1, શેરી નં 21, પટેલવાડી પાછળ, ભાવનગર રોડ,
આશિર્વાદ સેલ્સ, ઉદ્યમસિંહ ટાઉનશીપ સામે, ખીજડાવાળા 50થ રોડ, કુવાડવા રોડ (3) કાજુકતરી, રામકૃપા ડેરી ફાર્મ, રોયલ પાર્ક, ઇન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ, પુજા સેલ્સ,
તુલસીપાર્ક -2, રૈયા ટેલીફોન એક્સચેન્જ,150 રીંગ રોડ સહિતના સ્થળેથી નમુના લેવામાં આવ્યા છે.
રાત્રી રાઉન્ડ દરમ્યાન એ વન બીરીયાની હાથીખાના રોડ રામનાથપરા ચોક વાસી બીરીયાની નાશ 5 કી.ગ્રા.,નોન વેજ તડકા હાથીખાના રોડ
રામનાથપરા ચોક વાસી બીરીયાની તથા ચીકન નાશ 5 કી.ગ્રા.,એ જે સારેમા હાથીખાના રોડ,
રામનાથપરા ચોક પેકીંગ બ્રેડ નાશ 6 પેકેટ, સ્ટાર એગ્સ હાથીખાના રોડ રામનાથપરા ચોક ઇશ્નના ફુડ હાથીખાના રોડ રામનાથપરા ચોક
વાસી નુડલ ર કી.ગ્રા. નાશ લક્ષ્મી પાણીપુરી 50’ રોડ, કુવાડવા રોડ ખુલ્લા કાપેલા ડુંગળી – 2 કિ.ગ્રા
જય ચામુંડા ઘુઘરા 50’ રોડ, કુવાડવા રોડ વાસી ખુલ્લા ઘુઘરા – 2 કિ.ગ્રા., 8 જય બજરંગ પાણીપુરી 50 રોડ,
કુવાડવા રોડ વાસી પાણીપુરીનું પાણી 4 લીટર, જય સોમનાથ પાણીપુરી 50 રોડ, કુવાડવા રોડ વાસી બાફેલા સડેલા બટેટા 3 કિ.ગ્રા., શિવમ દાબેલી 50’ રોડ, કુવાડવા રોડ,
વાસી અનહાઇજીનીક રીતે રાખેલ 2 લી.સોસ, જય બજરંગ પાણીપુરી 50 રોડ, કુવાડવા રોડ વાસી પાણીપુરીનું પાણી 3 લીટરનો નાશ કરવામાં આવ્યો હતો.