રાજકોટ મનપામાં એડવાન્સ મિલ્કત વેરો ભરનાર કરદાતાઓને 10% અને 5% વળતર અપાશે

કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ
કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ

ઓનલાઇન વેરો ભરનારને વધારાનો 1 ટકો અને રૂા. 50 બાદ અપાશે

મ્યુ . કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવાન્સ મિલ્કત વેરો ભરનાર પ્રમાણીક કરદાતાઓ માટે 10 ટકા અને 5 ટકા વળતર યોજના શરૂ કરવામાં આવશે . જયારે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ 1 ટકા અને રૂ. 50 નું વધુ વળતર મળશે. આ વર્ષની અર્લી બર્ડ ડીસ્કાઉન્ટ સ્કીમમાં ડીજીટલ પેમેન્ટને વધુ લાભ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં મે -2021 સુધી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્ટ કરવામાં આવે તો 11% ડીસ્કાઉન્ટ અને તે સિવાય અન્ય વ્યવસ્થા મારફત ચુકવણું થાય તો 10% ડીસ્કાઉન્ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે , તે રીતે જુન -2021 માં રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્ટ કરવામાં આવે તો 6% ડીસ્કાઉન્ટ અને તે સિવાય અન્ય વ્યવસ્થા મારફત ચુકવણું થાય તો 5% ડીસ્કાઉન્ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે . આ ઉપરાંત ગત વર્ષની જેમ મહિલાઓના નામે મિલ્કત હોય તેઓને વધારાનું 5% વળતર આપવાની દરખાસ્ત છે .

Read About Weather here

જયારે ભારત સરકાર દ્વારા કાળા નાંણાને ડામવા સમગ્ર દેશમાં રોકડ લેવડ – દેવડની જગ્યાએ કેશલેસ / ઈલેકટ્રોનિક લેવડદેવડને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે . આ બાબતમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મિલકત ધારકોને ઇન્ટરનેટના માધ્યમથી કે કોઇપણ પ્રકારના ડીજીટલ ટ્રાન્જેકશનથી વેરો ભરવા આગામી વર્ષ 2021-2022 માટે રકમના 1% વળતર ( ઓછામાં ઓછુ 50 રૂપિયા વધુમાં વધુ 250 રૂપિયા ) આપવા દરખાસ્ત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here