રાજકોટ મનપાને ‘સૌની યોજના’નું બિલ 80 કરોડ ફટકાર્યુ!!

રાજકોટ મનપાને ‘સૌની યોજના’નું બિલ 80 કરોડ ફટકાર્યુ!!
રાજકોટ મનપાને ‘સૌની યોજના’નું બિલ 80 કરોડ ફટકાર્યુ!!

રૂપાણી સરકારે ‘સૌની યોજના’ અંતર્ગત પાણી આપ્યા છતાં મનપાને કોઇ બિલ ફટકાર્યુ ન હોતું: ચાર વર્ષનાં પાણીનો હિસાબ કરી નવી સરકારે 10 કરોડના વ્યાજ સાથે મનપાને બિલ મોકલાવાયું
ચાર વર્ષનો હિસાબ કરીને
નવી રાજય સરકારે

સૌરાષ્ટ્રનું અગ્રીમ શહેર રાજકોટ પાછલા ચાર વર્ષથી ઓછા વરસાદને કારણે પાણીની તંગી સામે ઝઝુમી રહયું હતું એટલે સરદાર સરોવર ડેમનાં પાણીના પુરવઠા પર રાજકોટ વાસીઓને એમની તરસ છીપાવવાની ફરજ પડતી હતી. પરંતુ લાગે છે

Visit Saurashtra Kranti Homepage here

કે, સરદાર સરોવર ડેમનું પાણી પીવાનું ખુબ જ મોંઘુ પડશે. હા આ વાત સાચી છે કેમ કે, પાછલા ચાર વર્ષ દરમ્યાન રાજકોટને સૌની યોજના અંતર્ગત પુરા પાડવામાં આવેલા નર્મદા મૈયાના નીરનાં પુરવઠા બદલ નવી સરકારે મસમોટી રકમનું મનપાને બિલ મોકલ્યું છે.

નવી સરકારે અધધધ રૂ.80 કરોડનું બિલ ફટકાર્યુ છે. જેમાં 10 કરોડ જેવું જંગી વ્યાજ પણ સામેલ છે. ગત ચાર વર્ષ દરમ્યાન ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી કાર્યરત હતા એમની સરકારે સૌની યોજના મુજબ પાણી પુરવઠો પુરો પાડયો ત્યારે આવું કોઇ બિલ મનપાને મોકલ્યુ ન હતું.

ચાર વર્ષ સુધી નર્મદાનું પાણી જયારે જરૂર પડે ત્યારે રૂપાણી સરકાર આજીડેમ સુધી પહોંચાડતી હતી અને રાજકોટની જનતાને પાણી વિના તરફડવા દીધી ન હતી.

અત્યારે ભાજપની જ સરકાર છે પણ મુખ્યમંત્રી અને આખેઆખી કેબિનેટ બદલાઇ ગયા છે ત્યારે ગુજરાતની ભાજપની નવી સરકારે રાજકોટને ચાર વર્ષ પાણી આપ્યું તેનું મહાકાય બિલ મોકલાવી દીધુ છે

અને રૂ.10 કરોડના જંગી વ્યાજ સહિત પુરા રૂ.80 કરોડ સરકારને ચુકવવા માટે મનપાને બિલ મોકલાવી આપવામાં આવ્યું છે.રાજકોટ શહેરને દૈનિક 360 એમએલડી પાણીની જરૂર પડે છે. 2017 થી આજ દિન સુધી અનેક વખત નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવામાં આવ્યા છે.

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, સૌની યોજના થકી નર્મદાના નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા હતા. આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

અત્યારે તો ચોમાસાના પાછોતરા ભાગમાં મેઘરાજાએ ભરપુર કૃપા વરસાવીને રાજકોટ શહેર અને જિલ્લાનો પાણી પ્રશ્ર્નો ગણતરીના કલાકોમાં હલ કરી દીધો છે. રાજકોટની જીવાદોરી જેવો

આજી-1, આજી-2, આજી-3, ન્યારી-1 અને ન્યારી-2 ડેમ ઓવરફલો થઇ જતા આ વર્ષ પુરતુ તો જળસંકટ દુર થઇ ગયું છે અને શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

સૌરાષ્ટ્રનાં બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમમાંથી કયારેક રાજકોટ માટે પાણી દેવામાં આવતું હોય છે.

Read About Weather here

ભાદર ડેમ પણ છલકાઇ જવાના આરે છે. અત્યારે તેની જળસપાટી 90 ટકા જેવી થઇ ગઇ છે. ભાદર ડેમ છલોછલ હોવાથી રાજકોટ જિલ્લાના 22 લાખ લોકોને ફાયદો થશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here