મહેકમ શાખામાં રજૂઆત કરતાની સાથે રાતારાતો મેરીટ લીસ્ટ બદલાયુ!: શરતી પ્રકારની નિમણૂંક રદ કરવામાં આવી

સોચને વાલી બાત…!
શરતી પ્રકારની જે ઉમેદવારોની નિમણૂંક કરાઇ તેમાંથી મોટાભાગને વહીવટી વિભાગ સોપવામાં આવ્યો??
શરતી ભરતી થઇ હતી તે ઉમેદવારોના નામનું લિસ્ટ

27 ઉમેદવારોની શરતી પ્રકારની નિમણૂંક આપી દેતા ખળભળાટ
જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સીપીટી પાસ કરશે એજ આગળની પ્રક્રિયા માટે યોગ્યરહેશે તો શરતી નિમણૂંક કેમ આપવામાં આવી? સીપીટીની પરીક્ષાનું પરિણામ કેમ જાહેર કરવામાં નથી આવ્યું ? સીપીટી પરિણામ જાહેર કર્યા વગર નિમણૂંકો કેવી રીતે આપવામાં આવે? એવી તો શું જરૂરિયાત પડી કે રાતો રાત ભરતીનાં નિયમો બદલવામાં આવ્યા?: યુવરાજસિંહના આક્ષેપો

ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડો થયાનો આક્ષેપ આપ નેતા યુવરાજસિંહે કર્યો છે. જ્યાં તેમણે રાજકોટ મનપાની 122 જુનિયર ક્લાર્કની ભરતીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 27 લોકોને નિયમોથી તદ્દન વિરુદ્ધ શરતી નિમણૂંક અપાઈ છે. અને 122 વિદ્યાર્થીઓએ સીપીટીની પરીક્ષા પાસ કરી છે કે કેમ તેનો કોઈ ઉલ્લેખ થયો નથી.
આપ નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે,રાજકોટ મનપામાં સીપીટી પરીક્ષાનું આયોજન કર્યા પછી સીપીટી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં કુલ 27 લોકો કે જેમને સીપીટીની પરીક્ષા આપી નથી કાતો સીપીટીમાં પાસ થયા નથી . તેવા લોકોને શરતી નિમણૂંક આપવામાં આવી છે અને 6 મહિનામાં સીપીટીપાસ કરવાની મુદત આપી છે . જે ભરતી નિયમોથી તદ્દન વિરુદ્ધ છે.જો તમારે લેખિત પરીક્ષા પર જ મેરીટ બનવુ હતું તો સીપીટી કેમ લેવામાં આવી?
જાહેરાત માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સીપીટીપાસ કરશે એજ આગળ ની પ્રક્રિયા માટે યોગ્ય રેહસે તો શરતી નિમણૂંક કેમ આપવામાં આવી?સીપીટીની પરીક્ષાનું પરિણામ કેમ જાહેર કરવામાં નથી આવ્યું ? સીપીટી પરિણામ જાહેર કર્યા વગર નિમણૂંકો કેવી રીતે આપવામાં આવે? એવી તો શું જરૂરિયાત પડી કે રાતો રાત ભરતી નાં નિયમો બદલવામાં આવ્યા?
મનપાની જુનિયર કલાર્કની પરીક્ષામાં કોમ્પ્યુટરમાં નાપાસ થયેલ 27 ઉમેદવારોને ઓર્ડર આપી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. ગત વર્ષે ઓકટોબરમાં મનપા દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 122 જગ્યા માટે 45 હજારથી વધુની અરજીઓ આવેલ, જેમાંથી 25 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલ. ત્યારબાદ 732 લોકોને કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવાયેલ. જેમાંથી અનામત વર્ગના 27 લોકોના વેરીફીકેશન માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવેલ હોવાથી તેમની પરીક્ષા પછી લેવાશે.
Visit Saurashtra Kranti Homepage here
જ્યારે કોમ્પ્યુટરની પરિક્ષાવાળા 95 ઉમેદવારોમાંથી 27 નાપાસ થયેલ અને તે સમયે કમિટીએ તેમને ભવિષ્યમાં કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી લેવાની શરતી મંજુરીએ ભરતી કર્યા હતા. ત્યારે આ ગોટાળો ખુલતા પાસ થયેલ વિદ્યાર્થીઓએ મ્યુ. કમિશનર અમિત અરોરાને રજૂઆત કરેલ કે, અમે મેરિટમાં પણ છીએ અને કોમ્પ્યુટરની પરીક્ષા પણ પાસ કરી હોવાથી અમને ભરતી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિવાદ થતા ફાઇનલ ઓર્ડરની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય પરીક્ષા અને સીટીપીની પરીક્ષામાં પાસ હોઈ તેવા અરજદારોનો સમાવેશ કરાયો છે. ગઈકાલે કેટલાક અરજદારોએ મેયર અને કમિશનરને મળીને રજૂઆત પણ કરી હતી.
હાલ જે ઉમેદવારોએ સીટીપીની પરિક્ષા પાસ કરી તેમને જ હુકમ કરવામાં આવ્યા છે.
પરંતુ આ ઘટના બનતા લોકોના મનમા અનેક તર્ક વિર્તકો સજાઈ છે. અને ઘટના પણ રહસ્મય બનતી જાય છે. મહેકમ શાખા દ્વારા સૌ પ્રથમ બહાર પાડેલ લિસ્ટમાં શરતી પ્રકારની નિમણૂંક થી 27 લોકોના નામ મેરીટમાં રાખવામાં આવ્યા હતા પરંતુ ભરતી વિવાદના વંટોળે ચડતા આજે નવુ મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તે 27 નામ કાઢી નાખવામાં આવ્યા હતા.
Read About Weather here
ભરતીમાં શુ કારણે શરતી પ્રકારની નિમણૂંક કરવામાં આવી હતી પ્રશ્ર્ન એ કે શરતી પ્રકારની જે લોકોની નિમણૂંક થઇ તેને વહીવટમાં શુ કામ મુકવામાં આવ્યા હતા?? તેવા અનેક પ્રશ્ર્નો લોકોના મનમાં અનેક પ્રશ્ર્ન સર્જે છે. અને લોકોમાં ગોલમાલ થઇ હોવાની પણ રમુજ ફેલાઇ છે.
આ અંગે મેયર પ્રદિપ ડવનું ધ્યાન દોરતા તેને જણાવ્યું હતું કે આ મામલે ગઇ કાલે જ સોલ્યુસન લેવામાં આવ્યું હતું પરીક્ષા પહેલા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો કે 6 મહિનાની મુદતમાં એક્ઝામ આપી દેશે તો પણ માન્ય રહેશે પણ ગઇકાલે અમુક ઉમેદવારો દ્વારા આ પ્રશ્ર્નની રજૂઆત માટે ગઇકાલે આવ્યા હતા અને તેના પ્રશ્ર્નોને સાંભળીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી માર્ગદર્શન મેળવીને ભરતી ફેરબદલ કરીને 27 લોકોનું નામ પણ મેરીટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અને નવાના નામ પણ એડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here