રાજકોટ મનપાનાં સઘન પ્રયાસોથી ડેન્ગ્યુ પર નોંધ પાત્ર કાબુ

રાજકોટ મનપાનાં સઘન પ્રયાસોથી ડેન્ગ્યુ પર નોંધ પાત્ર કાબુ
રાજકોટ મનપાનાં સઘન પ્રયાસોથી ડેન્ગ્યુ પર નોંધ પાત્ર કાબુ

ગત સપ્તાહમાં રોગચાળાનાં કેસોની સંખ્યા ઘટીને 15 સુધી સીમિત; રોગનું સંક્રમણ અટકાવવા માટે 50 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી; શહેરનાં 4 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરાયું

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક તંત્ર અને ખાસ કરીને મનપા આરોગ્ય વિભાગ અને મેલેરીયા શાખાનાં જોરદાર અને સઘન પ્રયાસોને કારણે ડેન્ગ્યુ સહિતનો રોગચાળો નોંધપાત્ર રીતે કાબુમાં લેવામાં સફળતા મળી છે. ગઈ તા. 22 થી 28 નવેમ્બર આ એક સપ્તાહનાં ગાળામાં ડેન્ગ્યુનાં 15 કેસ નોંધાયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ચિકનગુનિયાનાં 3 કેસ અને મેલેરીયાનો 1 કેસ નોંધાયાનું મનપાની એક યાદીમાં જણાવાયું છે.

મનપાનાં આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો નિયંત્રિત કરવાનાં સતત પ્રયાસો થઇ રહ્યા છે. આ ત્રણ રોગ ઉપરાંત ગત એક સપ્તાહમાં શરદી-ઉધરસનાં 563 કેસ, સામાન્ય તાવનાં 324, ઝાડા-ઉલ્ટીનાં 29 કેસ નોંધાયા છે. ટાઈફોઈડનો એક જ કેસ નોંધાયો છે. કમળો અને મરડાનો એકપણ કેસ નોંધાયો નથી.

મનપા આરોગ્ય અધિકારીની યાદી મુજબ ગત સપ્તાહમાં 50 હજારથી વધુ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

જયારે 4023 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરોની ઘનતા વધુ હોય એવા વિસ્તારો રેલનગર, દરબાર ગઢથી માંડી ખત્રીવાડ ચોક, રામનાથપરા નદી કાંઠો, ભવાનીનગર, સોમનાથ સોસાયટી, પટેલ સોસાયટી, દામજીમેપા પ્લોટ, વિજયનગર, સુખરામનગર, પોપટપરા મેઈન રોડ વગેરે વિસ્તારોને વ્હીકલ માઉન્ટેઈન ફોગીંગ કામગીરીમાં આવરી લેવામાં આવ્યા હતા.

Read About Weather here

એ જ રીતે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ચેકિંગ કરીને મચ્છર ઉત્પતિ બદલ 1129 આસામીને નોટીસ આપી કુલ રૂ. 15090 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here