રાજકોટ મનપાનાં વિપક્ષી નેતાનાં ચમત્કાર સામે તંત્રનાં નમસ્કાર

રાજકોટ મનપાનાં વિપક્ષી નેતાનાં ચમત્કાર સામે તંત્રનાં નમસ્કાર
રાજકોટ મનપાનાં વિપક્ષી નેતાનાં ચમત્કાર સામે તંત્રનાં નમસ્કાર

મ્યુ.કમિશનરની ચેમ્બરમાં ધરણા કરે તે પહેલા વિપક્ષી નેતાનાં સવાલોનાં જવાબ આવી ગયા!: ભાનુબેન સોરાણીનો આક્ષેપ, મનપાનાં અધિકારીઓએ કમિશનરને ખોટી માહિતી આપી ઉંઠા ભણાવ્યા

રાજકોટ શહેરનાં અનેકવિધ પ્રશ્ર્નો અંગે નિયમ મુજબ 7 દિવસમાં પણ માહિતી મળી ન હોવાથી મહાનગર પાલિકાનાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરની ચેમ્બરમાં ધરણા કરવાની જાહેરાત કરી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચમત્કાર વિના નમસ્કાર નહીં એ ઉક્તિ મુજબ વિપક્ષી નેતા ધરણા કરે તે પહેલા વિપક્ષી નેતાને જવાબો આપ્યા હતા. આ રીતે આંદોલનની ધમકી પછી વિપક્ષી નેતાને એમના સવાલોનાં જવાબ મળ્યા હતા. જેનો મનપામાં રસપ્રદ ચર્ચા થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ શહેરની આવાસ યોજના, સ્માર્ટ સીટી, ગોપાલ ડેરીની માહિતી વિપક્ષનાં નેતાએ માંગી હતી. વિગતો મેળવવા માટે તેઓ છેલ્લા પાંચ માસથી રજૂઆતો કરી રહ્યા હતા અને સ્મૃતિ પત્રકો પાઠવી રહ્યા હતા. પણ એમને માહિતી આપવામાં આવી નથી.

છેવટે ભાનુબેને મ્યુ.કમિશનરની ચેમ્બરમાં ધરણા કરવા જવાનું નક્કી કર્યું હતું. વિપક્ષનાં નેતાને માહિતી મળતી નથી એ જાણીને મ્યુ.કમિશનર ખૂદ ચોંકી ઉઠ્યા હતા.

એમણે ખૂદ માહિતીની વિગતોનાં પત્ર વિપક્ષી નેતાને પાઠવ્યા હતા અને વિપક્ષી નેતાએ જે માહિતી માંગીએ તેમણે મોકલાવી હતી. કમિશનરની કાર્યદક્ષતા અન્ય તમામ શાખાઓ બતાવે તો વહીવટ ખૂબ સરળ થઇ શકે છે.

ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, માહિતીઓ બાબતે મારે મ્યુ. કમિશનરની સામે બેસવું પડે. એવા મામલાની મનપા તંત્રએ નોંધ લેવી જોઈએ. ભાનુબેને રોષ વ્યક્ત કર્યો હતો

Read About Weather here

કે મનપાનાં અધિકારીઓએ કમિશનરની ઉલટા ચશ્માં પહેરાવવાનું બંધ કરવું જોઈએ અને ખોટી તથા ગેરમાર્ગે દોરનારી માહિતી કમિશનરને આપવાથી દૂર રહેવું જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here