રાજકોટ ભાજપમાં મોવડીઓનાં રોષને નિવારવા પ્રયાસો શરૂ

રાજકોટ ભાજપમાં મોવડીઓનાં રોષને નિવારવા પ્રયાસો શરૂ
રાજકોટ ભાજપમાં મોવડીઓનાં રોષને નિવારવા પ્રયાસો શરૂ

આંતરિક ધૂંધવાટની વચ્ચે આવતીકાલ મંગળવારે યોજાનારી શહેર ભાજપની કારોબારી પર રાજકીય નિરીક્ષકોની મીટ: સભ્યોની હાજરી-ગેરહાજરી અંગે અનેક અટકણો

દાવા-પ્રતિદાવા છતાં સંગઠન માળખામાં વ્યાપક ફેરફારોની વધુ તેજ બનતી સંભાવના: એક જૂથ કહે છે આકરા પગલા આવી રહ્યા છે તો બીજા જૂથ દ્વારા ફેરફારની શક્યતાનો ઇન્કાર

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક અરસાથી આંતરિક અસંતોષ, જૂથવાદ, મતભેદો અને નારાજગીની આગથી આંતરિક સંગઠનમાં લગતા વળગતા સહુને કોઈના કોઈ પ્રકારે અસર થઇ રહી છે અને શહેર સંગઠનમાં સર્જાયેલો બખેડો મોવડી મંડળનાં કડક પગલા નોતરી શકે છે. એટલે એ નિવારવા માટે એક જૂથ દ્વારા જોરદાર ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે.

બેઠકોનાં દૌર યોજવાનું શરૂ કરાયું છે. રાજકોટ ભાજપનાં બે જૂથ પૈકી એક જૂથ એવો દાવો કરે છે કે હાલ સંગઠનમાં કોઈ પ્રકારનાં ફેરફારો થવાનાં નથી. હાલ પ્રદેશ મોવડી મંડળ ઘાણવો કાઢવાના મૂડમાં નથી. તો બીજું જૂથ છાતી ઠોકીને એવું કહેતું સંભળાય છે કે, ફેરફારો થશે અને ચોક્કસ થશે.

સંગઠનમાં કેટલાય માથા બાજુએ ધકેલાય જવાના છે અને નવી નેતાગીરીનાં હાથમાં ધુરા આવશે એવું આ જૂથ વિશ્વાસભર કહી રહ્યું છે. આ જોતા શહેર ભાજપનો આખો મામલો દિવસે-દિવસે વધુ રસપ્રદ અને અકળ બની રહ્યું છે. આવનારા દિવસો ખૂબ જ મહત્વનાં બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટ ભાજપમાં ડખો શમી ગયો છે એવું માની લેવું પણ ભૂલ ભરેલું ગણાશે. કેમકે તાજેતરનાં જાહેર કાર્યક્રમોમાં સર્જાયેલા દ્રશ્યો બાદ ભિન્ન-ભિન્ન જૂથનાં આગેવાનો વચ્ચે મનમાં ખટાશની જે ગાંઠ ઉભી થઇ ગઈ છે તે રાજકીય સર્જરી વિના દૂર થઇ શકે એવું નથી. મનમાં જે ગાંઠ પડી ગઈ છે એ વધુને વધુ મોટી થઇ રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રીની હાજરીમાં જે ત્રિ-પાંખિયો મામલો જોવા મળ્યો હતો. તેના કારણે હજુ પણ ભાજપમાં તેના પડઘા સંભળાય રહ્યા છે.

બાહ્ય દેખાવ ભલે એકતાનો કરવામાં આવી રહ્યો હોય પણ અંદરનો મામલો અલગ પ્રકારનાં સંકેતો આપી રહ્યો છે. કેટલાય આસન ડોલી રહ્યા છે અને એ આસન પર બેસનારા ક્યારે ગબડી પડે તેની સમય મર્યાદા કોઈ નક્કી કરી શકે તેમ નથી. જે થાય તે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે, મોવડી મંડળનો રોષ ઓહરી લેવાને બદલે મોવડી મંડળને રાજી કરવા માટેનાં પ્રયાસો એક જુથે જોરશોરથી આરંભી દીધા છે. એમના પ્રયાસોનું કેવું પરિણામ આવે છે, સફળ થાય છે કે નહીં એ ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

આવતીકાલે રાજકોટમાં ભાજપ કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે એ પગલું પણ સૂચક માનવામાં આવે છે. તા.30 નવેમ્બર મંગળવારે સાંજે 6:30 કલાકે મેર બંગલા રેસકોર્ષ પર શહેર ભાજપની કારોબારી યોજાઈ છે અને તેમાં હાજર રહેવા માટે અપેક્ષિત શ્રેણીનાં તમામ કાર્યકરોને અનુરોધ કરવામાં આવ્યો છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે.

Read About Weather here

જે અંતર્ગત ભાજપ રાજકોટ મહાનગરની અપેક્ષિત શ્રેણીનાં સભ્યોની કારોબારી બેઠક આવતીકાલ તા. 30 નવેમ્બરને મંગળવારે સાંજે 6:30 વાગ્યે મેયર બંગલા ખાતે યોજાશે. જેમાં પ્રદેશ ભાજપનાં અગ્રણીઓ વિવિધ પ્રસ્તાવ, ઠરાવ અને રાજકીય પ્રસ્તાવ તેમજ પક્ષનાં આગામી કાર્યક્રમો અંગેની માહિતી આપશે અને સંબોધન કરશે. કારોબારી બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા હોદ્દેદારોએ અપેક્ષિત શ્રેણીનાં કાર્યકરોને અનુરોધ કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here