ઉપ પ્રમુખપદે સિદ્ધરાજસિંહ જાડેજા ,સેક્રેટરી પદે પી.સી.વ્યાસ, ટ્રેઝરર પદે જીતેન્દ્ર પારેખ ,લાઈબ્રેરી સેકટરીમાં સુમિત વોરા અને મહિલા અનામતમાં ચેતનાબેન કાછડિયાનો વિજય
કુલ પડેલા 2011 મતમાંથી અર્જુનભાઇને 915, જીજ્ઞેશ જોશીને 566 અને સમરસ પેનલના અમિત ભગતને 418 મત મળ્યા
ચૂંટાયેલા કારોબારી ઉમેદવારો
નામ મત
અજય પીપળીયા 875
કેતન મંડ 666
હિરેન ડોબરીયા 647
નૃપેન ભાવસાર 638
વિવેક સાતા 638
નૈમિષ પટેલ 628
કિશન રાજાણી 585
મનીષ પંડયા 579
મોનિષ જોશી 563
રાજકોટ બાર એસો. પ્રમુખ પદે જીનિયસ પેનલના અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને 349 મતની લીડ મળી છે. કુલ પડેલા 2011 મતમાંથી અર્જુનભાઇને 915, જીજ્ઞેશ જોશીને 566 અને સમરસ પેનલના અમિત ભગતને 418 મત મળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
જ્યારે ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. તેમને 1065 મત મળ્યા છે. જ્યારે જીનિયસ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર બિમલ જાનીને 802 મત મળ્યા છે. સિધ્ધરાજસિંહને 263 મતની લીડ મળી છે.
સેક્રેટરી પદે જીનિયસ પેનલના પી.સી. વ્યાસ વિજેતા થયા છે. તેમને 985 મત મળ્યા છે.જ્યારે તેમના હરીફ સમરસ પેનલના દિલીપ મહેતાને 829 મત મળ્યા છે. એટલે કે 156 મતની લીડ છે. આ તરફ ટ્રેઝરર પદે સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ચૂંટાયા છે.
તેમને જીનિયસ પેનલના ઉમેદવાર ડી.બી. બગડા કરતા 116 મત વધુ મળ્યા છે.જીતેન્દ્ર પારેખને 980 અને ડી.બી. બગડાને 864 મત મળ્યા છે. લાયબ્રેરી સેક્રેટરી પદે પણ સમરસ પેનલે બાજી મારી છે. સુમિત વોરાને 1034 મતો મળ્યા છે જ્યારે જીનીયસ પેનલના અજય જોશી(એ.કે.)ને 777 મત મળ્યા છે.
કારોબારીની મહિલા અનામત સીટ ઉપર ચેતનાબેન કાછડીયા વિજય થયા છે તેમને 900 મત મળ્યા છે અને તેમના હરીફ સમરસ પેનલના હિરલબેન જોશીને 687 મત મળ્યા છે. અને ત્રીજા મહિલા ઉમેદવાર અરુણાબેન પંડ્યાને 183 મત મળ્યા છે. આમ ચેતનાબેનને 217 મતની લીડ મળી છે.
Read About Weather here
જીનિયસ પેનલના અર્જુન પટેલ, પી.સી. વ્યાસ ચૂંટાઈ આવતા કોર્ટમાં ઢોલ ઢબુકયા હતા અને રાત્રે ભારે આતશબાજી સાથે ઉજવણી કરી હતી. ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જીતના જશ્નમાં ડૂબેલા જીનીયસ પેનલના ઉમેદવારો, સમર્થકો નજરે પડે છે.(4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here