ગત સોમવારનાં રોજ રાજકોટ બાર એસો. દ્વારા ગોલ્ડન જ્યુબિલી એડવોકેટશ્રી તથા રાજકોટનાં બારનાં સૌપ્રથમ એક સાથે બદલી પામી આવેલ 37 જજ સાહેબનાં અભિવાદન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને આ આયોજનમાં આરબીએનાં આજીવન સભ્ય ભૂતપૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળા, મેયર પ્રદિપભાઈ ડવ, જયેશભાઈ બોઘરા (ચેરમેન માકેર્ટિક યાર્ડ) રાજકોટ તથા પી.ડી.યુ. યુ.ટી. દેસાઈ તથા પ્રિન્સીપલ ફેમિલી જજ તથા તમામ એડી.ટી., પ્રિન્સિપાલ સિવિલ જજ તથા પ્રિન્સિપલ તથા સિનિયર-યુનિયન તમામ જજો ઉપસ્થિત રહેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
કાર્યક્રમમાં પ્રથમ ઉદ્બોધન પ્રમુખ અર્જુનભાઈ પટેલે કરેલ અને તમામનો આભાર વ્યકત કરેલ અને તમામ સિનિયર વજુભાઈ વાળા હસુભાઈ દવે, એસ.બી.ગોલાયાં, કનૈયાલાલ શેઠ, પી.એચ.મણિપાર વગેરેઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, અને તમામ જજોને નવો ચીલો ચાતરી બુકેની જગ્યાએ કાયદાની બુક આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ અને વજુભાઈ વાળા તથા પી.ડી.યુ., દેસાઈ તથા સિનિયર એડવોકેટ હસુભાઈ દવેએ પોતાના સંસ્મરણો વગોળેલ, અને વકિલોને મહેનત, ઈમાનદારી તથા પૂર્ણ અભ્યાસ કરી વકિલાતમાં સફળ થવા આર્શિવાદ આપેલ અને યુનિયન વકિલોને કોર્ટનું સન્માન રાખવા મીઠી સલાહ આપેલ અને આ તબક્કે કાર્યક્રમનું સમાપન સેક્રેટરી પી.સી.વ્યાસે કરેલ, અને કાર્યક્રમના એન્કર તરીકે એડ. આશિષ શાહે સેવા આપેલ અને આ કાર્યક્રમને આવી વિકટ પરિસ્થિતિ અને કપરા કાળમાં સફળ બનાવવા બદલ રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે.જાડેજા,
Read About Weather here
સેક્રેટરી પી.સી.વ્યાસ, જો.સેક્રેટરી ધર્મેશ સખીયા ટ્રેઝરર જીતેન્દ્ર પારેખ, લાય.સેક્રેટરી સુમિત વોરા, કારોબારી સભ્ય ચેતનાબેન કાપડીયા, અજય પીપળીયા, વિવેક સાતા, નૃપેન ભાવસાર, કિશન રાજાણી, મોનિશ જોષી, કેતન મેડ, મનિષ પંડયા, નૈમિષ પટેલ, હિરેન ડોબરિયા તમામ સિનિયર જુનિયર એડવોકેટ તેમજ ડીજીપી શ્રી એસ.કે.વોરા, એજીપી શ્રી આબિદ સોસન, રક્ષિત કલોલા, પ્રશાંત પટેલ, કમલેશ ડોડિયા તથા તરૂણ માપુર અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, પિયુષભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ બુસા, ચંદ્રકાંત ઈથીણી, તુષાર બસખારી, રંજનબેન રાણા, મહેશ્ર્વરીબેન ચૌહાણ, તમામ ઉપસ્થિત વકિલો ભાઈ-બહેનો જે તમામ ઉપસ્થિત રહેલ હતા, અને જે તમામે સાથ સહકાર આપેલ તે તમામનો રાજકોટ બાર એસો. આભાર વ્યકત કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here