સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી થતા ભારે કોલ્ડવેવ: આગામી બે દિવસ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળવાની આગાહી: લઘુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા: સિઝનમાં પહેલી વખત રાજકોટમાં સિંગલ ડીજીટ તાપમાન, 9.2 ડિગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શરદ ઋતુ પુરબહારમાં ખીલી ઉઠી છે અને મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરીને 10 ડિગ્રીની આસપાસ થઇ જતા હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અને લઘુતમ તાપમાન ઘટીને પહેલીવખત સિંગલ ડીજીટમાં આવી ગયું હતું. રાજકોટ જાણે કોલ્ડ સ્ટોરેજ બની ગયું હોય 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જામનગર સહિત 6 જેટલા શહેરોનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી અથવા તેનાથી નીચે રહ્યું હતું.
રાજ્યમાં સૌથી ઠંડુ શહેર કચ્છનું નલિયા રહ્યું હતું. જ્યાં આજે પણ 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્યત્ર જામનગર, કંડલા અને કેશોદમાં 10 ડિગ્રી, ભુજમાં 11, ગાંધીનગરમાં 12, અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હજુ આગામી 3 થી 4 દિવસ દરમ્યાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. કચ્છમાં તેમજ રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં ઠંડીનું આકરું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણ એકદમ ટાઢુંબોર થઇ જાય છે.
Read About Weather here
લઘુતમ તાપમાન નીચે જવાની સાથે-સાથે આજે પ્રતિકલાક 22 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાતા લોકો થરથરી ઉઠ્યા હતા. ઠંડીને કારણે શાળા-કોલેજોની સવારની સીફટમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યા પણ ઓછી જોવા મળી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here