શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામેના રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલા ચાર માળના એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતાં નિવૃત પ્રોફેસરના ફલેટમાં સવારે આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
આગમાં બે રૂમની ઘરવખરી સંપૂર્ણ ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે બે રૂમ બચાવી લીધા હતાં. ઘરધણી દિવાબત્તી કર્યા બાદ ઘરને બંધ કરીને દવા લેવા માટે ગયા પછી ઓચીંતી આગ ભભૂકી ઉઠી હતી. આગ ખરેખર કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી. આ અંગે ફ્લેટધારક જયપ્રકાશ વૈદ્યએ મીડિયાને જણાવ્યું હતું કે, મારા ઘરમાં હું અને મારી પત્નિ અમે 2 લોકો જ રહીએ છીએ. આજે હું ઓર્થોપેડિક ડોક્ટર પાસે મારી પત્ની સાથે ગયો હતો. અમે જ્યારે તબીબ પાસે પહોંચ્યા ત્યાં અમને ચોકીદાર નો ફોન આવ્યો કે આ ઘરમાં આગ લાગી છે. તેથી અમે લોકો તુંરત અહીં આવ્યા હતા.
Read About Weather here
આડોશી-પાડોશી અને ફાયર બ્રિગેડની મદદથી હાલ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. શોર્ટસર્કિટથી આગ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે. આ અંગે ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ જણાવ્યું હતું કે,સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટના સ્થાનિકો દ્વારા ત્રીજા માળે આગ લાગી હોવાની માહિતી અમને આપવામાં આવી હતી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે ઘરમાં તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ધુમાડા નીકળી રહ્યા હતા. તેથી અમારી ટીમ દ્વારા દરવાજો તોડીને ઘરની અંદર ઘૂસીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરની અંદરનો એક આખો રૂમ બળીને ખાખ થઇ ગયો છે. હાલ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવવા આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here