રાજકોટ પોલીસ ઉપર જાનલેવા હુમલો !

રાજકોટ પોલીસ ઉપર જાનલેવા હુમલો !
રાજકોટ પોલીસ ઉપર જાનલેવા હુમલો !

બુટલેગર છોડાવા પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ : વળતાં જવાબમાં PSIનું ફાયરિંગ

રાજકોટ એરપોર્ટ પોલીસે તાજેતરમાં 19 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. તેની પૂછપરછમાં આ જથ્થો રાજસ્થાનના બુટલેગરે જુનાગઢ મોકલ્યો હોવાનું બહાર આવતા એરપોર્ટ પોલીસની ટીમ બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી લઈ પરત રાજકોટ ફરતી હતી તે દરમ્યાન આબુ રોડ ઉપર આરોપીને છોડાવવા માટે પોલીસ ટીમને કાર દ્વારા કચડી નાખવાનો પ્રયાસ થતાં સદનસીબે પી.એસ.આઈ અને સાથેના કર્મચારીએ સમય સૂચક્તા દાખવતાં મોટી ઘટના બનતા અટકી ગઈ છે. આબુ રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

એરપોર્ટ રોડ પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડિયાએ વિગતો આપતા જણાવ્યું કે, ગત સોમવારે રાતે કુવાડવા રોડ પરથી જૂનાગઢ લઇ જવાતો વિદેશી દારૂની 6876 બોટલ ભરેલા આયસરને પકડયો હતો. વિદેશી દારૂ ભરેલા આયસર સાથે મૂળ હરિયાણાના ચાલક સુખવિંદરસિંહ ઉર્ફે મનોજ મનમોહનસિંઘ મુલતાનીની પોલીસે ધરપકડ કરી હતી. તેની વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન તે સીમકાર્ડ વગરના મોબાઇલમાં ડોંગલથી મોનુ નામના શખ્સનો સંપર્ક કરી તેની સાથે વાતચીત કરતો હોવાની કેફિયત આપી હતી. જેથી પીએસઆઇ આર.એ.સાકરિયા, હેડ કોન્સ.યોગેન્દ્રભાઇ, હેડ કોન્સ. અશોકભાઇ કલાલ આરોપી સુખવિંદરને લઇ તપાસ અર્થે આબુરોડ અને હરિયાણા તરફ લઇ ગયા હતા.

Read About Weather here

દરમ્યાન આરોપીની પૂછપરછ બાદ બુટલેગરનું લોકેશન મળી જતા પીએસઆઇ સાકરિયા સહિતનો સ્ટાફ આબુરોડના સદર વિસ્તારમાં દોડી ગયા હતા. આ સમયે બુટલેગરને ગુજરાત પોલીસ આવતી હોવાની ખબર પડી જતા તે નાસી જવા કારમાં બેઠો હતો. આ જ સમયે રાજકોટ પોલીસ પહોંચી જતા બુટલેગરે પીએસઆઇ અને બંને હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીએસઆઇ સહિતનાઓએ સમય સૂચકતા વાપરી ખસી ગયા હતા. બુટલેગર ફરી કારથી કચડવાનો પ્રયાસ કરે તે પહેલા જ પીએસઆઇ સાકરિયાએ તેમની સર્વિસ રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

જેને કારણે બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. બનાવ બાદ પીએસઆઇ સાકરિયાએ આબુરોડ પોલીસમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleશહેર યુવા ભાજપનાં સંગઠનમંત્રી ‘આપ’માં જોડાયા