રાજકોટ પીડિયું મેડિકલ કોલેજમાં બોન્ડેડ તબીબો ઇમરજન્સી સેવામાં જોડાયા

રાજકોટ પીડિયું મેડિકલ કોલેજમાં બોન્ડેડ તબીબો ઇમરજન્સી સેવામાં જોડાયા
રાજકોટ પીડિયું મેડિકલ કોલેજમાં બોન્ડેડ તબીબો ઇમરજન્સી સેવામાં જોડાયા

મીટિંગમાં ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ લેખિતમાં માંગણીઓ સ્વીકારશે પછી જ હડતાળ પૂર્ણ થશે ; સાંજ સુધીમાં કમિશનર – ડેપ્યુટી સી.એમ નિર્ણય નહીં લે તો ફરી હડતાળ

રાજકોટ સહિત રાજ્યની છ મેડીકલ કોલેજના બોન્ડેડ તબીબો બોન્ડ સહિતની માગણીઓને લઈ છેલ્લા સાત દિવસથી હડતાલ કરી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આખરે સરકાર દ્વારા ચાલુ હડતાલ દરમિયાન વાતચીત થઈ જ શકે તેવુ જણાવતા તબીબો દ્વારા ઈમરજન્સી સેવા આજે સવારથી ચાલુ કરી દેવામાં આવી છે

અને બપોરે સરકાર દ્વારા તબીબોના યુનિયનને વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા છે.

જેમાં તબીબ યુનિયનની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય કમિશનર સાથે મીટીંગ છે જેમાં સમાધાનનો માર્ગ નીકળવાની આશા સેવાઈ રહી છે

પરંતુ જો સાંજ સુધીમાં તેમના પ્રશ્ર્નો અંગે યોગ્ય નિર્ણય નહીં આવે તો ફરીથી ઈમરજન્સી સેવા બંધ કરી દેવામાં આવશે.

ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડોકટર્સની ચાલી રહેલ

હડતાળને તદ્દ્ન ગેરવાજબી જણાવી કહ્યું કે, કોઇ પણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાંકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ છે તેમ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને તેમને સોંપાયેલ ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય.

તેમને પરિવાર સાથે રહેવું હશે, તો હાજર થયા બાદ વિનંતીની અરજી કરશે તો સ્થળ બદલવા અંગે શક્ય હશે એટલો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરાશે.

રેસિડેન્ટ તબીબોના યોગ્ય પ્રશ્નો સંદર્ભે ડીન કક્ષાના અધિકારીઓની કમિટી રચી તેમની માંગણીઓ જે વ્યાજબી હશે, તે અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય કરાશે.

તેમણે ઉમેર્યું કે, રેસિડેન્ટ તબીબોની હડતાલના કારણે રાજ્યના નાગરિકોને અપાતી આરોગ્યલક્ષી સેવાઓમાં કોઇ અસર પહોંચી નથી.

ઇન્ડોર-આઉટડોર અને ઓપરેશનની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ છે.

જેના પરિણામે અમદાવાદ સહિત રાજ્યના માત્ર 250 જેટલાં વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેને ખોટી રીતે મોટું સ્વરૂપ આપીને નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે, તે અત્યંત ગેરવાજબી છે.

તેમણે એમ.બી.બી.એસ. અને ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીઓને આ તબીબોની વાતોમાં આવીને પોતાની કારકિર્દીને નુકશાન ન થાય તે જોવા પણ અપીલ કરી છે.

તેમણે ઉમેર્યુ કે, રેસિડેન્ટ તબીબોની માગણીઓ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે,

અધિક નિયામક-તબીબી શિક્ષણ અને સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ સરકારી મેડીકલ

કોલેજના ડીનો અને સુપ્રિટેન્ડેન્ટો સાથે લંબાણપૂર્વક રૂબરૂ તથા વર્ચ્યુઅલ ચર્ચા કરવામાં આવી હતી.

Read About Weather here

આ બેઠક બાદ તબીબો સાથે બેઠક કરતા કોવિડ અને ઈમરજન્સી સેવા શરુ કરવા સહમત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here