રાજકોટ પર ભરપુર હેત વરસાવતા મેઘરાજા: 6 કલાકમાં 10 ઇંચ

રાજકોટ પર ભરપુર હેત વરસાવતા મેઘરાજા: 6 કલાકમાં 10 ઇંચ
રાજકોટ પર ભરપુર હેત વરસાવતા મેઘરાજા: 6 કલાકમાં 10 ઇંચ

રાજકોટ ઉપર સિસ્ટમ્સ બ્રેક: 4-5 દિવસ ભારે વરસાદ પડશે
પોપટ પરાના નાળા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકાયો: રસ્તા પર પાણી ભરતાં રાહદારીઓ પરેશાન
અનરાધાર ચાલુ: લોકોમાં ખુશાલી

અંતે મેઘરાજા રાજકોટ ઉપર રીઝયા છે. ગઈરાતથી દેધનાધન વરસાદ એકધારો ચાલુ છે. અહેવાલ મુજબ છેલ્લા 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જયારે સવારે 9:30 વાગ્યા સુધીમાં કોર્પોર્રેશનના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 8 ઈંચ નોધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તો સેન્ટ્રલ અને ઈસ્ટઝોનમાં ચારથી સવા ચાર ઈંચ જયારે હવામાન ખાતામાં 4 ઈંચ પાણી પડયું છે. ચોતરફ પાણીની નદીઓ વહી રહી છે.

ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ ધીમીધારે ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ બપોરના બારેક વગ્યાની આસપાસ મેઘરાજાએ એકદમ જાર પકડી લીધું હતું. આશરે બે વાગ્યા સુધી એકધારો ચાલુ રહ્યા હતો.

બપોર સુધીમાં અઢી ઈંચ પાણી પડી ગયું હતું. બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ વિજળીના જારદાર કડાકા- ભડાકાની સાથે એકદમ તૂટી પડયો હતો.

વિજળીના કડાકાથી ભરઉંઘમાં સૂતેલા લોકો જાગી ગયા હતા. લગભગ આખી રાત વરસાદનું જાર રહ્યા હતું.આજે વ્હેલી સવારે 7 વાગ્યાથી ફરી મેઘરાજાએ જમાવટ બોલાવવાનું ચાલુ કરી દીધું હતું. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે.

ગઈકાલથી એકધારા વરસાદના પગલે શહેરના માર્ગો ઉપર ચોતરફ પાણીની નદીઓ વહી રહી છે. રસ્તાઓ ઉપરથી પાણી વહી રહ્ના છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વ્હેલી સવારે સ્કૂલે અને ઓફિસ, દુકાને જનારાઓને વરસાદન લીધે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તો પાણી ભરવાને કારણે અનેક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા.

ગઇકાલથી મેઘરાજા ઝમાઝમ વરસી રહયા છે. તો રાજકોટ ઉપર તો આજે સવારથી સિસ્ટમ્સ બ્રેક થઇ ગઇ છે. એકધારો ચાલુ છે. દરમિયાન આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટેં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવુ દબાણ ર્સર્જાયુ છે. જયારે ઓરીસ્સા ઉપર ડ્પ્રિેશન બન્યુ છે જે મધ્ય ભારત ઉપર આવશે ત્યારે હવાનું હળવુ દબાણ બનશે. આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર ઉપર આવશે ત્યારે એ હાલની સિસ્ટમ્સ સાથે ભળી જશે.

જેની અસરથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ પડશે. વેધરએકસપર્ટ એન.ડી.ઉકાણીએ જણાવેલ કે બંગાળની ખાડીમાં એક પછી એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે.

જેથી દિવસેને દિવસે વરસાદનું જોર વધતુ જોવા મળશે. મોનસુન ટ્રેન્ડ ફેવરેબલ છે આ આખો મહિનો એટલે સમગ્ર સપ્ટેમ્બર માસમાં વરસાદનો ધમધમાટ જોવા મળશે.

આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ રાજકોટ: રાજકોટ શહેરમાં ગત રાત્રિથી વરસી રહેલ ભારે વરસાદ આજે પણ યથાવત રહ્યો છે

Read About Weather here

ત્યારે નાગરિકો આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળે એવી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ખાસ અપીલ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here