આગમાં દાઝેલા વધુ એક શ્રમિકે દમ તોડ્યો; મૃત્યુઆંક 3 થયો
હજુ બે શ્રમિકો સારવાર હેઠળ: રાજસ્થાની પરિવારમાં અરેરાટી
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વાજડી ગામે આવેલા નીરાલી રીસોર્ટમાં કામ કરતા શ્રમિકોની ઓરડીમાં લાગેલી આગમાં દાજેલા બે શ્રમિકના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. જ્યારે સારવારમાં રહેલા ત્રણ પૈકી એક શ્રમિકે પણ દમ તોડી દેતા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જોકે આગના ચાર દિવસ બાદ હજુ પણ આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામે નામાંકિત નિરાલી રીસોર્ટમાં કામ કરતા અને ત્યાં નજીક ઓરડીમાં રહેતા રાજસ્થાનના ડુંગરપુર પંથકના આઠ કર્મચારીઓ ગત તા.12ના વહેલી સવારે પોતાની ઓરડીમાં સુતા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
જેથી શ્રમિકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને શ્રમિકોને ઓરડીમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.આઈ.જે.વી. ધોળા સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનામાં હિતેશકુમાર તુલશીરામ નાયક (ઉ.વ.27), લક્ષ્મણ અંબાલાલ લબાના (ઉ.વ.40), ચિરાગ અંબાલાલ નાયક (ઉ.વ.18), દિપક પ્રકાશભાઈ નાયક (ઉ.વ.19), લોકેશ રાજુભાઈ નાયક (ઉ.વ.20), ગજરા મારુ કુરીયાજી (ઉ.વ.56), શાંતિલાલ બાવરચંદજી લબાના (ઉ.વ.52) અને દેવીલાલ વિક્રમભાઈ લબાના (ઉ.વ.22) ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા શાંતિભાઈ બાવરચંદ લબાના (ઉ.49)નું રાજસ્થાનના ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજ્યુ હતું. જ્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયેલા દેવીભાઈ વિક્રમભાઈ લબાનાએ પણ ગત સાંજે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો.
Read About Weather here
જ્યારે સારવાર લઈ રહેલા ત્રણ શ્રમિકો પૈકી લોકેશ રાજુભાઇ લબાના (ઉ.વ.19) નામના યુવકે પણ રાજકોટ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો છે.રાજસ્થાની ત્રણ શ્રમિકોના સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આગમાં દાઝી ગયેલા હજુ બે દર્દી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here