માપણી સામે વાંધો ઉઠાવી માજી સૈનિકની જમીન હડપ કરવાની ચાલબાજીથી ચકચાર
મૂળ હરિયાણાના માજી સૈનિક નાં કુલમુખત્યાર દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત
રાજકોટ તાલુકાનાં મગરવાળા ગામે સર્વે નં. 363 માં માજી સૌનિકને મળેલી 12એકર જેટલી જમીનની સતાવાર થયેલી માપણી સામે બાજુની જમીનવાળાએ વાંધો ઉઠાવી જમીન પચાવી પાડવાનો કારસો કર્યાની હરિયાણામાં રહેતા માજી સૌનીકે રાજકોટ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે અને ન્યાય અપાવવા ધા નાખી છે.
મગરવાળામાં જમીન મેળવનાર માજી સૈનિક રણસિંહ આબાજસિંહ સહિત 4 માજી સૈનિકને જમીન આપવામાં આવી હતી. આ માજી સૌનિકનું પરિવાર હરિયાણા રહેતું હોવાથી અવારનવાર એમને વતન જવું પડતું હતું.
Visit Saurashtra Kranti Homepage here
માજી સૈનિકનાં કુલમુખત્યાર જયપ્રકાશ ભીમસિંહ ગુલીયાએ કલેકટરને આપેલી લેખિત અરજીમાં દર્શાવાયું છે કે ગત તા.24 માર્ચ 1969 થી 12 એકર જમીન માજી સૌનિકની રૂએ સાંથણીમાં મળી હતી. અમારી જમીનની માપણી બાદ જમીનનો કબ્જો અમારી પાસે છે અને ખેતી કરીએ છે.
અરજીમાં દર્શાવ્યું છે કે, અમે ફરીથી માપણી અને સુધારા વધારા માટે ગત 7/12/2012 નાં રોજ જરૂરી ફી ભરી ડી.આઈ.એલ.આર કચેરીમાં ફેર માપણી માટે અરજી કરી હતી. એમણે અગાઉની માપણીની વિગત માંગતા સીટ નં.1516/3 વાળી માપણી સીટની નકલ રજૂ કરી હતી. ત્યારબાદ કચેરી દ્વારા ગત. 8/6/2021નાં રોજ જૂની નકલને આધારે મેળવણું કરી અમારી જમીનની માપણી કરી આપવામાં આવી હતી.
દરમિયાન અમારી જમીનની ઉતરે જમીન મેળવનાર માજી સૈનિક અમારી માપણી સામે વાંધા અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે એ જમીન મારી છે. પણ ખરેખર જૂની સીટ મુજબ માપણી કરવામાં આવે તો દાવેદારનો કબ્જો વોકળા પછી અમારી જમીનની ઉતર તરફનો છે.
તેની જમીન પર ઉપરવાળા ખાતેદારે દબાણ કર્યું છે. આથી અમારી ગેરહાજરીમાં અમારી જમીનમાં બાજુવાળાએ વાવેતર કરી નાખ્યું છે જે અંગે અમે લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ સક્ષમ અધિકારી અને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, અમારી દક્ષિણ દિશાનાં જમીન માલિકે દેવાભાઈ ભરવાડ નામની વ્યક્તિને કુલમુખત્યાર નામું આપ્યું હતું અને દેવાભાઈએ તેની પત્નીના નામે 12 એકર જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો.
Read About Weather here
અમારી જમીનને હડપ હડપ કરી જવા આસપાસનાં ખાતેદારોએ અનેકવાર પ્રયત્નો કર્યા છે. અમે અવારનવાર રજૂઆતો પણ કરી છે. જો જૂની માપણી સીટ મુજબ 3 માજી સૌનિકની જમીનની માપણી કરી મેળવણું કરવામાં આવશે તો સાચી હકીકતો બહાર આવી જશે. આ જમીન અમારી હતી અને છે, આથી અમારી જમીનનો હક અપાવવા કલેકટર મહોદય પગલા લે એવી અમારી વિનંતી છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here