રાજકોટ જીલ્લા પંચાયતની આરોગ્ય ટીમો દ્વારા અવારનવાર જુદા-જુદા ગામડાઓમાં ગંદકી, સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ગામડાઓમાં જઈને સફાઈ કરાવી રહેલા જીલ્લા પંચાયતનાં તંત્રને ઘર આંગણે નજર કરવાનો કદાચ સમય મળતો નથી
અથવા તો તસ્દી લેતા નથી એવું અમારા તસ્વીરકારે આબાદ તેના કેમેરામાં કેદ કરી લીધેલી તસ્વીર ગવાહી આપે છે. રાજકોટ જીલ્લા પંચાયતની ઈમારતની અંદર જ ગંદકી અને કચરાનો મોટો ન્યુસન્સ પોઈન્ટ જોવા મળ્યો છે. અહીં આવતા જતા અરજદારોને પણ દેખાય છે.
Visit Saurashtra Kranti Homepage here
પાણી ભરાયેલા હોવાથી રાજકોટ જીલ્લા પંચાયતની ઈમારત જ મચ્છર ઉત્પાદનનું કેન્દ્ર બની ગઈ હોય તેવું લાગે છે. વરસાદી પાણી ભરેલા ખાડા કચરા અને ગંદકી તરફ પદાધિકારીઓ તથા હોદ્દેદારોનું ધ્યાન કેમ જતું નથી એ એક કોયડારૂપ હકીકત છે.

એવું નથી કે પંચાયત પાસે સ્ટાફ નથી કે સાધન નથી પાણીનાં નિકાલનું એક નવુંનકોર મશીન મોજુદ છે. પણ એ નધણીયાતિ હાલતમાં પડ્યું છે. લાગે છે કે, તેનો ઉપયોગ શરૂ કરવા માટે મુહુર્ત જોવડાવવાનું કદાચ બાકી છે એવું અહીં આવતા જતા અરજદારો કટાક્ષમાં કહી રહ્યા છે.
Read About Weather here
પાણીનાં નિકાલનાં મશીન પરથી ચાદર હટાવી તેનો ઉપયોગ કરવામાં હજુ કેટલો સમય કાઢવામાં આવશે એ જોવાનું રસપ્રદ બનશે. ઘણી વખત આપણને જગત આખાનો વાંક નજરે પડતો હોય છે. આપણા અંગ વાંકા થઇ ગયા હોય એ દેખાતું નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here