રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલી: પોલીસે 85 શખ્સોની ધરપકડ કરી રૂ. 3.87 લાખ કબજે કર્યા

રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલી: પોલીસે 85 શખ્સોની ધરપકડ કરી રૂ. 3.87 લાખ કબજે કર્યા
રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલી: પોલીસે 85 શખ્સોની ધરપકડ કરી રૂ. 3.87 લાખ કબજે કર્યા

રૂરલ એલ.સી.બી અને સ્થાનિક પોલીસે અલગ-અલગ ૧૧ સ્થળોએ દરોડા પાડ્યા

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગીયારસની પૂર્વે સંધ્યાએ જુગારની મૌસમ ખીલી હોય તેમ પોલીસે અલગ-અલગ ૧૧ જેટલા સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા ૮૫ પતાપ્રેમીઓને દબોચી લઇ કુલ રૂ. 3.૮૭ લાખનો રોકડ કબજે કરી છે.

આ અંગેની વિગત મુજબ રૂરલ એલ.સી.બી ની ટીમને મળેલી ચોક્કસ બાતમી મળતા પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી પોલીસે ગોંડલ તાલુકાનાં રૂપાવટી ગામે દરોડો પાડતા તીનપતિનો જુગાર રમતા જગતસિંહ જયેન્દ્રસિંહ રાયજાદા, અલ્ફાઝ યુસુફ ખોખર, મહેશ ચના ટોળિયા, રામદેવ મહોજીતસિંહ રાયજાદા, ઈસ્માઈલ જુમા સવાણ, સાગર વાલજી પરમાર, શબીર જુમા ગુંગા, સુરજ દેવશી ચાંડપા, અશોક દાના ગોહેલ, મિલન પ્રવિણ બગડા, રમેશ વિરા સોલંકી, હસમુખ વાલજી વાળા, મિલન દેવા પાતર, રાજેશ હમીર પાતર, રાજદીપ અનિરુધ્ધસિંહ રાયજાદા, વાસુર બાબ રાઠોડ સહિત ૧૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી રૂ. ૯૯૨૫૦ ની રોકડ કબજે કરી છે.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય દરોડામાં સ્થાનિક પોલીસના વિંછીયા પોલીસે જૂગાર રમતા છ શખ્સોને દબોચી લઇ રૂ. ૨૫૭૫૦ કબજે કર્યા છે. જયારે કોટડાસાંગાણી પોલીસે રામોદ ગામે અલગ-અલગ બે સ્થળોએ જુગાર રમતા ચારને દબોચી લઇ ૨૬૪૫૦ તથા પાંચ શખ્સોને દબોચી લઇ રૂ. ૨૭૨૦૦ કબજે કર્યા છે.

જયારે ગોંડલ સીટી પોલીસે નવી માર્કેટ યાર્ડ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૩૫૯૫૦ કબજે કર્યા છે. જયારે જેતપુર પોલીસે સરદાર ચોક પાસે કેનાલમાં જૂગાર રમતા ચાર શખ્સોને દબોચી લઇ રૂ. ૧૧૩૦૦ કબજે કર્યા છે. જયારે આટકોટ પોલીસે વિરનગરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને દબોચી લઇ રૂ. ૨૦૦૦૦ કબજે કર્યા છે.

Read About Weather here

જયારે અન્ય એક દરોડામાં આટકોટ પોલીસે મોટા દળવા ગામે જૂગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ. ૧૧૨૨૦ કબુજે કર્યા છે. જયારે જસદણ પોલીસે શિવરાજપુર ગામે જુગાર રમતા ૧૪ શખ્સો દબોચી લઇ રૂ. ૭૧૦૪૦ કબજે કર્યા હતા. અન્ય એક દરોડામાં જસદણ પોલીસે ભડલી ગામે જુગાર રમતા ૧૨ શખ્સોને દબોચી લઇ રૂ. ૪૧૪૩૦ કબજે કર્યા છે. જયારે પીપળીયા ગામે જુગાર રમતા આઠની જસદણ પોલીસે ધરપકડ કરી રૂ. ૧૭૦૨૦ કબજે કર્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here