રાજકોટ જિ.પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીમાં ૧૫ એપ્રિલ સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ

રાજકોટમાં હાલ ૧૯૦૦ બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર ૪૪૪ બેડ ખાલી રહૃાા છે

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના કહેરને પગલે આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને ડીડીઓ અનિલ રાણાવસીયાએ કોરોના કહેરને પગલે જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ૧૫ એપ્રિલ સુધી મુલકાતીઓ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. છતાં પણ કોઈ અરજદારનું કામ અત્યંત અગત્યનું હોય તો તેનો ફોનથી એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે. પરંતુ તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજીયાત છે.

Read About Weather here

બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહૃાું છે. રાજકોટમાં હાલ ૧૯૦૦ બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર ૪૪૪ બેડ ખાલી રહૃાા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં ૧૭૩૫ એક્ટિવ કેસ છે જોકે જે લોકોએ ૧૦ દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ ૧૪ દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here