રાજકોટ જિલ્લા પંચાયતની વિકાસની પોલ ખોલનાર ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા અભિનંદનને પાત્ર…

રાજકોટ જિલ્લા પંચાયતની વિકાસની પોલ ખોલનાર ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા અભિનંદનને પાત્ર…
રાજકોટ જિલ્લા પંચાયતની વિકાસની પોલ ખોલનાર ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા અભિનંદનને પાત્ર…

પંચાયત જ નહીં પણ મહાપાલિકાનાં વિકાસ કામોમાં પણ લોલમલોલ: પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત દ્વારા આક્ષેપોની ધણધણાટી, આ તે વિકાસ કે રકાસ?

રાજકોટ સહિત રાજ્યભરમાં ભાજપનાં શાસકો વિકાસનાં માત્ર બણગા ફૂંકી રહ્યા છે અને ફરી એક વખત કહેવાતા વિકાસ કામોની પોલ ખુલી ગઈ છે. એવી પ્રતિક્રિયા આપવા સાથે કોંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતનાં વિકાસનાં ખોટા બણગા સામે હાઇકોર્ટમાં ન્યાય માંગનાર જિલ્લા પંચાયત કારોબારી સમિતિનાં અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાને ભરપુર અભિનંદન પાઠવ્યા છે.

શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે શબ્દોની ધણધણાટી બોલાવતા એક નિવેદનમાં જણાવ્યું છે કે, કારોબારી અધ્યક્ષે ખૂદ જિલ્લામાં થતા વિકાસ કામો સામે સવાલ ઉઠાવ્યા છે અને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને દાદ માંગી છે. આ આખું પ્રકરણ રાજકોટ ભાજપનાં શાસકો અને ગુજરાત ભાજપ શાસકોનાં ગાલ પર તમાચા રૂપ છે. તેમણે વિકાસની પોલ ખોલવાની હિંમત બતાવનાર સહદેવસિંહને અભિનંદન આપી સમગ્ર મામલામાં તપાસની માંગણી કરી છે.

મહેશ રાજપૂતે ટકોર કરી હતી કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. છતાં એમના પક્ષનાં નેતાએ જ રાજકોટને જોડતા ગ્રામ્ય માર્ગો તથા પુલની અવદશા અંગે હાઇકોર્ટમાં ધા નાખી છે. ભાજપનાં કારોબારી સમિતિનાં અધ્યક્ષે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, કેટલાક ગામડાનાં પુલ અને માર્ગો ચોમાસામાં બિસ્માર થઇ ગયા છે. અદીડા, કોલીથડ અને પતીયાળી જેવા ગામોમાં તો રીપેરીંગ પછી પણ રસ્તા જેમના તેમ રહ્યા છે. લોકો પારાવાર યાતના વેઠી રહ્યા છે. રજવાડી બ્રિજ રીપેર કરવામાં આવતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસ આગેવાને સ્પષ્ટ જણાવ્યું હતું કે, સહદેવસિંહ જાડેજાએ ભાજપ નેતાઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતની પોલ ખોલી નાખી છે. ટેન્ડર ન મળ્યું હોવા છતાં એક ચોક્કસ કોન્ટ્રાકટરને જ કામ આપી દેવાઈ છે. હાઇકોર્ટે નોટીસ ફટકારી છે એટલે ભાજપનાં કહેવાતા સુશાસનની પોલ ખુલી ગઈ છે. રાજપૂતે તીખી ટકોર કરી હતી કે, ભાજપનાં પદાધિકારીને વિકાસ કામોનાં લોલમલોલ સામે ન્યાયતંત્ર પાસે જવું પડતું હોય તો સામાન્ય માણસની શું હાલત હશે. એ વિચારવાનો સમય પાકી ગયો છે.

Read About Weather here

મહેશ રાજપૂતે કટાક્ષ કર્યો હતો કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માથે ગાજે છે ત્યારે ભાજપનાં જ એક હોદ્દેદારે આવો બોમ્બ ફોડતા ભાજપની હાલત કોઠીમાં મોઢું નાખીને રોવા જેવી થઇ ગઈ છે. સુશાસન દિવસનું ઉજવણી કરીને ભાજપ સરકારે પ્રજાની આખે પાટા બાંધવાની કોશિશ કરી છે. પણ આ તો વિકાસ નહીં રકાસ છે. એ પ્રજા હવે બરાબર ઓળખી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here