રાજકોટ જિલ્લામાં 5 વિદ્યાર્થીઓ સહિત 32 લોકો કોરોના સંક્રમિત

રાજકોટ ચેમ્બરની ચૂંટણી 26 ફેબ્રુઆરીએ યોજાશે: કાર્યક્રમ જાહેર
રાજકોટ ચેમ્બરની ચૂંટણી 26 ફેબ્રુઆરીએ યોજાશે: કાર્યક્રમ જાહેર
રાજકોટ જિલ્લામાં 5 વિદ્યાર્થીઓ સહિત 32 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે એક પણ દર્દીની રિકવરી થઈ નથી. રાજકોટ શહેરમાં 21 કેસ નોંધાયા જેમાં 2 વિદ્યાર્થી છે જ્યારે ગ્રામ્યમાં 11 કેસ છે જેમાં ધોરાજી તેમજ ગોંડલમાં 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વધતા કેસોથી તંત્ર ચિંતિત છે તો લોકોમાં ફફડાટ ફેલાયો છે.રાજકોટ ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા જેમાંથી ધોરાજીમાં 47 વર્ષીય પુરૂષ, 60 વર્ષીય વૃધ્ધ, 10 વર્ષીય વિદ્યાર્થી, 15 વર્ષીય વિદ્યાર્થિની, 38 વર્ષીય યુવતી અને 4પ વર્ષીય મહિલા તેમજ પીપળીયા ખાતે 35 વર્ષીય યુવતી, ડુમીયાળીમાં 19 વર્ષીય

અને 20 વર્ષીય યુવતી, ગોંડલ સિટીમાં 30 વર્ષીય યુવાન અને 14 વર્ષીય વિદ્યાર્થી કોરોનાની ઝપટે ચડયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 72 એકટીવ કેસ જેમાંથી 10 દર્દી હોસ્પિટલમાં અને 6ર દર્દી હોમઆઇસોલેટ રહી સારવાર મેળવી રહ્યા છે.

રાજકોટ શહેર વિસ્તારના જાગનાથ પ્લોટમાં 14 વર્ષીય વિદ્યાર્થિની, 39 વર્ષીય મહિલા, શ્રોફ રોડ પર 58 વર્ષીય મહિલા, આત્મીય કોલેજ પાસે 18 વર્ષીય યુવાન, પર્ણકુટીર સોસાયટીમાં 75 વર્ષીય વૃધ્ધા, પેલેસ રોડ 30 વર્ષીય યુવાન, પેલેસ રોડ પર 30 વર્ષીય યુવાન,

પોલીસ હેડકવાર્ટર પાસે રહેતા 50 વર્ષીય મહિલા, મવડી વિસ્તારના 40 વર્ષીય મહિલા, આનંદનગરના 71 વર્ષીય વૃધ્ધા, શ્રીરામ પાર્કમાં 16 વર્ષીય સગીર, કાલાવડ રોડ પર ર1 વર્ષીય યુવતી અને યુવાન તેમજ 78 વર્ષીય વૃધ્ધ,

સાધુ વાસવાણી રોડ પર 41 વર્ષીય પુરૂષ, જીવરાજપાર્કમાં 47 વર્ષીય મહિલા અને 75 વર્ષીય વૃધ્ધ, બહુમાળી ભવન પાસે રહેતી 32 વર્ષીય યુવતી અને યુવાન, અયોધ્યા ચોકમાં 62 વર્ષીય વૃધ્ધા,

Read About Weather here

શ્રમજીવી સોસાયટીના 59 વર્ષીય પુરૂષ અને રામેશ્ર્વર પાર્કમાં રહેતા 40 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.શહેરમાં 154 એકટીવ કેસ અને અત્યાર સુધીમાં 43116 સંક્રમિતો નોંધાયા છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here