રાજકોટ જિલ્લામાં 100 કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

નુકસાનીનો કયાસ કાઢવા માટે 225 જેટલી ટીમો કામે લગાડતું જિલ્લા વહીવટી તંત્ર

સોમવાર અને મંગળવારે સર્જાયેલા પ્રચંડ અને વ્યાપક મેઘ તાંડવને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં તારાજીના દ્રશ્યો સર્જાય ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

માળખાકિય સુવિધાઓ ખરીફ પાક અને માલ-મિલકતને જબરૂ નુકસાન થાવ પામ્યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, અનરાધાર વર્ષા તાંડવને કારણે રાજકોટ જિલ્લામાં રૂ.100 કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ બાંધવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં કયાં કેટલુ નુકસાન થયું છે, ખેતી અને માલ-મિલકતોને કેટલુ અને કેવું નુકસાન થયું છે તેનો કયાસ કાઢવા માટે જિલ્લા વહીવટી તંત્રની 225 ટીમો કામે લગાડવામાં આવી છે

અને ઝડપભેર નુકસાનીનો સર્વે કરવામાં આવી રહયો છે. ખેતીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે અને સર્વે કરવા માટે 86 ટીમો કામે લગાડવામાં આવી છે અને ખેતી વિષેયક સર્વે વેગ પુર્વક ચલાવવામાં આવી રહયો છે. નુકસાનીનો અહેવાલ મળ્યા બાદ રાજય સરકારને જાણ કરવામાં આવશે.
રાજકોટમાં જબરા અને વ્યાપક વરસાદને કારણે મોટા ભાગે શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને વધુમાં વધુ નુકસાની થઇ છે. સ્ટેટ હાઇ-વે અને પંચાયતના માર્ગો તુટી ગયા છે અને ગાબડા પડી ગયા છે.

Read About Weather here

ગ્રામ્ય વિસ્તારોમાં નદી, કોઝવે અને રસ્તા પરના નાના-મોટા પુલીયાને ભારે નુકસાન થયું છે અનેક જગ્યાએ કોઝવે તુટી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here