રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં ૧૮થી ૧૯ વર્ષની વયના કુલ ૪૩,૪૭૭ મતદારો નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
જ્યારે ૨૦થી ૨૯ વર્ષની વયજૂથના ૪,૩૧,૩૬૧ મતદારો છે. જો ૩૦ વર્ષની નીચેના આ બંને વયજૂથની સંખ્યા સાથે ગણવામાં આવે તો, જિલ્લામાં ૪,૭૪,૮૩૮ મતદારો થાય છે. જ્યારે ૩૦થી ૩૯ વયજૂથના ૫,૭૦,૨૬૭ મતદારો છે. જિલ્લામાં આ વયજૂથમાં સૌથી વધુ મતદારો છે. ૪૦થી ૪૯ વયજૂથમાં ૪,૭૪,૪૫૦ મતદારો, ૫૦થી ૫૯ વયજૂથમાં ૩,૬૭,૬૩૨ મતદારો, ૬૦થી ૬૯ વયજૂથમાં ૨,૪૫,૦૭૪ મતદારો તથા ૭૦થી ૭૯ વયજૂથમાં ૧,૨૨,૮૦૦ મતદારો છે.
Read About Weather here
રાજકોટ જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના “બુઝુર્ગ” મતદારોની સંખ્યા ૫૨,૧૭૬ છે. રાજકોટ જિલ્લામાં ૪૦ વર્ષથી નીચેના કુલ મતદારો ૧૦,૪૫,૧૦૫ થાય છે. જિલ્લામાં ૧૧,૯૬,૮૯૭ પુરુષ મતદારો, ૧૧,૧૦,૩૦૬ મહિલા મતદારો તેમજ થર્ડ જેન્ડરના ૩૪ મતદારો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here