રાજકોટ જિલ્લામાં ૨૭૮૮૧ નવા મતદારો નોંધાયા

રાજકોટ જિલ્લામાં ૨૭૮૮૧ નવા મતદારો નોંધાયા
રાજકોટ જિલ્લામાં ૨૭૮૮૧ નવા મતદારો નોંધાયા
રાજકોટ જિલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર-જિલ્લાની મતદારોની સંખ્યા વધીને 2305601 થવા પામી છે. મતદાર યાદીમાં પ્રથમવાર 27881 મતદારોએ નામ નોંધાવ્યા છે. જે પૈકીના 18 થી 19 વર્ષની વય જૂથના નવા મતદારો 15086 અને 20થી 29 વર્ષની વય જુથના નવા મતદારોની સંખ્યા 10978 રહેલી છે.

Visit Saurashtra Kranti Homepage here


ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ગત તા. 12-8થી તા. 19-9 દરમિયાન યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગત તા. 21-8, 28-8, 4-9 અને 11-9ના મતદાન મથકો પર ડીએલઓની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

Read About Weather here


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ ચૂંટણી પંચ દ્વારા આજે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવાતા તેમાં રાજકોટ શહેર-જિલ્લાનાં મતદારોની સંખ્યા વધીને 2305601 થવા પામી છે. જેમાં રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં 297206, રાજકોટ પશ્ચીમમાં 353947, રાજકોટ દક્ષિણમાં 258673, રાજકોટ ગ્રામ્યમાં 366956, જસદણમાં 256289, ગોંડલ વિસ્તારમાં 228438, જેતપુર વિધાનસભા વિસ્તારમાં 275617, ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 268478 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 366956 અને સૌથી ઓછા મતદારો ગોંડલ વિધાનસભા વિસ્તારમાં 228438 નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here